ગૂગલ પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું- 'idiot' લખવાથી કેમ આવે છે મારો ફોટો
અમેરિકન વેબસાઇટ યુએસએ ટૂડે અનુસાર, જો ગૂગલ પર ઇડિયટ સર્ચ કરીએ છીએ તો સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે આવે છે. આ કારણે પહેલાથી પણ કેટલીય બબાલ થઇ ચૂકી છે. પોતાના ટ્વીટર પર ટ્રમ્પે લખ્યું કે, ‘‘ટ્રમ્પ લખવાથી ગૂગલ સર્ચ એન્જિનમાં માત્ર મારા વિરુદ્ધના નકારાત્મક સમાચારો જ દેખાય છે. આ ફેક ન્યૂ મીડિયા છે. કંપની મારા અને અન્ય લોકોની વિરુદ્ધમાં હેરાફેરી કરી રહી છે, જેમાં મોટાભાગના ન્યૂઝ નકારાત્મક છે. આમાં નકલી સીએનએ સૌથી આગળ છે. રિપબ્લિકન/કન્ઝર્વેટિવ અને નિષ્પક્ષ મીડિયા રહ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, 2018માં મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમને લઇને ગૂગલ વિરુદ્ધ પાંચ અબજ ડૉલરનો દંડ થવા પર ટ્રમ્પ ગુસ્સે થયા હતા. તેમને કહ્યું હતું કે ગૂગલ અમેરિકાની મહાન કંપની છે. જોકે હવે ગૂગલ પર જ ભડકતા ટ્રમ્પે કહ્યું છે કે idiot લખવાથી તેમની તસવીર કેમ આવે છે?
બીજા ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું કે, 96%થી વધુ ટ્રમ્પ ન્યૂઝને સર્ચ રિઝલ્ટમાં રાષ્ટ્રીય ડાબેરી મીડિયાનો હાથ છે, જે ખુબ નકારાત્મક છે. ગૂગલ અને અન્ય કંપનીઓ કન્ઝર્વેટિવનો અવાજ દબાવી રહ્યાં છે અને સમાચારોને છુપાવી રહ્યાં છે. આ ખુબ ગંભીર વાત છે.
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજકાલ ગૂગલથી નારાજ છે. તેમની ફરિયાદ છે કે ગૂગલ તેમની ઇમેજ ખરાબ કરી રહ્યું છે. જેના કારણે તે દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ટ્રમ્પનું કહેવું છે કે, જ્યારથી તે રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી મીડિયા તેમની વિરુદ્ધમાં સમાચારો આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -