ઇરાન પરમાણું કરારમાંથી ત્રણ વર્ષ બાદ અલગ થયું અમેરિકા, ઓબામાએ કહ્યું, આ મોટી ભૂલ
ઈરાન સાથે પરમાણુ સમજૂતીથી અલગ થયા પછી ટ્રમ્પે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોં સાથે પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતાના મુદ્દે ચર્ચા કરી હતી. વ્હાઈટ હાઉસે આ વિશે નિવેદન જાહેર કરીને માહિતી આપી છે. બંને નેતાઓની ફોન પર થયેલી આ વિશેની ચર્ચામાં પશ્ચિમ એશિયા સાથે જોડાયેલા ઘણાં મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, ઈરાન સમજૂતીને નબળુ બનાવી રહ્યું છે. આ સંજોગોમાં તેમની ઉપર આર્થિક પ્રતિબંધો પણ લગાવાવમાં આવશે, અમેરિકાના આ નિર્ણયથી પશ્ચિમ એશિયામાં યુદ્ધનું જોખમ વધી ગયુ છે. તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ અનિશ્ચિતતા વધી ગઈ છે.
બંને નેતાઓ વચ્ચેની આ ચર્ચા અમેરિકાના ઈરાન પરમાણુ સમજૂતીથી અલગ થવાના નિર્ણય પછી કરવામા આવી હોવાથી તેને ખૂબ મહત્વની માનવમાં આવે છે. નોંધનીય છે કે, ફ્રાંસના રાષ્ટ્રપતિએ ઈરાન સાથે પરમાણુ સમજૂતી ટકાવી રાખવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા.
ટ્રમ્પે કહ્યું, ‘‘મારા માટે આ સ્પષ્ટ છે કે અમે ઇરાનના પરમાણું બૉમ્બને નથી અટકાવી શકતા. ઇરાન કરાર મૂળરૂપથી દોષપૂર્ણ છે. એટલા માટે આજે ઇરાન પરમાણું કરારમાંથી અમેરિકાને દૂર કરવાની જાહેરાત કરી રહ્યો છું.’’ આની થોડીવાર પછી તેમને ઇરાન વિરુદ્ધ હાલમાં લાગેલા પ્રતિબંધો વાળા ડૉક્યૂમેન્ટ પર સહીઓ કરી અને દેશોને ઇરાનના પરમાણું હથિયાર કાર્યક્રમ પર તેની સાથે સહયોગ કરવાની વિરુદ્ધ ચેતવ્યા હતા.
રુહાનીએ કહ્યું છે કે, અમે પરમાણુ સમજૂતીથી જે ઈચ્છીએ તે મેળવી શકીએ છીએ. આ સ્થિતિના કારણે સમજૂતી ટકી રહેશે. જો એવુ નહીં થાય તો ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠનને આદેશ આપવામાં આવ્યો છે કે ઈરાન અસીમિત યુરેનિયમનું ઉત્પાદન શરૂ કરી દેશે. તેમણે ટ્રમ્પની રણનીતિને મનોવૈજ્ઞાનિક જંગ ગણાવી છે.
ઈરાનના પ્રેસિડન્ટ રુહાનીએ કહ્યું છે કે, તેઓ તેમના એમ્બેસેડરને યુરોપીય દેશો રશિયા અને ચીન સહિત આ સમજૂતી કરારમાં સામેલ અન્ય સભ્યો સાથે વાતચીત કરવાનો આદેશ આપ્યો છે. તે સાથે જ કહ્યું કે, પરમાણુ સમજૂતી કરાર અમેરિકા વગર પણ ચાલી શકે છે. આ વિશે રુહાનીએ ચેતવણી આપી છે કે, જો દેશની જરૂરિયાતોને પૂરી કરવામાં નહીં આવે તો અમે ફરીથી યુરેનિયમનું ઉત્પાદન શરૂ કરશે.
ઈરાને 2015માં અમેરિકા, ચીન, રશિયા, જર્મની, ફ્રાંસ અને બ્રિટન સાથે એક સમજૂતી કરી હતી, આ સમજૂતી અંતર્ગત ઈરાને તેમના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવવાના બદલામાં પરમાણું કાર્યક્રમને સીમિત કરવાની સહમતી વ્યક્ત કરી હતી.
વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનની સાથે થયેલા ઐતિહાસિક પરમાણું કરારમાંથી અલગ થવાની જાહેરાત કરી દીધી છે. ઓબામાના સમયના આ કરારનો ટ્રમ્પ પહેલા પણ ઘણીવર વિરોધ કરી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -