અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બન્યા ટ્રમ્પ, કહ્યું- ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરીને જ રહીશું
વોશિંગ્ટનમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં વિદાય લેનારા પ્રમુખ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ, ટ્રમ્પના હરીફ હિલેરી ક્લિન્ટન અને તેમના પતિ બિલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ટ્રમ્પના શપથ સમારંભના વિરોધમાં કેટલાક સ્થળે તોડફોડ થઈ હતી અને ઘર્ષણ થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકાના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરે તે પહેલાં ભારે વિરોધ અને પ્રદર્શનો ફાટી નીકળ્યાં છે. પોલીસે રોષે ભરાયેલાં ટોળાંને વિખેરવા માટે ટિયર ગેસ શેલનો ઉપયોગ કરવાની નોબત આવી હતી. ટ્રમ્પ વોશિંગ્ટનમાં આવ્યા તેની સાથે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને તેમના શપથનો વિરોધ કરવા મંડી પડ્યા હતા. સેંકડોની સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ પ્રેસ કલબ ભવનની નજીક આગ લગાવી દીધી હતી. ટ્રમ્પના સમર્થકો પ્રેસ ક્લબમાં જીતની ઉજવણી કરી રહ્યા હતા. કેટલાક લોકોએ ઈંડા પણ ફેંક્યા હતા. વિરોધ કરનારાઓમાં જાણીતા અભિનેતા રોબર્ટ ડી’ નીરો, એલેક બલવીન, માર્ક રફેલો, માઈકલ મૂરે અને સિંગર શેરનો સમાવેશ થાય છે. નીરોએ પ્રદર્શનકારીઓની સભામાં એમ કહ્યું હતું કે, અમેરિકા માટે ટ્રમ્પ એક ખરાબ ઉદાહરણ તરીકે રજૂ થઈ રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું કે 'આપણે અન્ય દેશોની સરહદોની રક્ષા કરી, પણ આપણી જ સરહદોની રક્ષા ન કરી. આપણે અન્ય દેશોને ધનવાન બનાવ્યા, પરંતુ આપણા પોતાની જ સંપત્તિ, શક્તિ અને વિશ્વાસ ઘટી ગયા. પણ હવે તે બધો ભૂતકાળ હતો, આપણે ભવિષ્ય તરફ જ જોવાનું છે. આજથી નવા વિઝન સાથે શાસન થશે. હવે માત્ર અમેરિકા ફર્સ્ટ. અમેરિકા ફર્સ્ટ.
ટ્રમ્પે કહ્યું કે આજે સત્તાનું પરિવર્તન માત્ર એક પક્ષથી બીજા પક્ષને જ નથી થઈ રહ્યું, પરંતુ વોશિંગ્ટન ડીસીથી સત્તા લોકોના હાથમાં જઈ રહી છે. આજથી અમેરિકન જનતા જ શાસક છે. તેમણે અગાઉના શાસકોની ટીકા કરતા કહ્યું કે અત્યાર સુધી શાસકોએ તેમનું પોતાનું જ રક્ષણ કર્યું, નાગરિકોનું નહીં. તેમનો વિજય થયો, પણ જનતાનો નહીં.
૭૦ વર્ષીય ટ્રમ્પે તેમના સૌપ્રથમ ભાષણમાં દરેક મુદ્દે 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ સ્પષ્ટ કરી દીધી હતી. તેમણે કહ્યું કે 'વ્યાપાર, ટેક્સ, ઈમિગ્રેશન, વિદેશ નીતિ સહિત દરેક નિર્ણયથી અમેરિકાના શ્રમિકો અને અમેરિકાની ફેક્ટરીને ફાયદો થશે.’ ટ્રમ્પે 'બાય અમેરિકા, હાયર અમેરિકાનું સૂત્ર પણ વહેતું કરી દીધું હતું અને કહ્યું હતું કે અમેરિકાનું નવેસરથી નિર્માણ અમેરિકન લોકોના હાથથી જ કરીશું. ટ્રમ્પે કહ્યું કે ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરીને જ રહીશું.
વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેમણે આ અવસર પર કહ્યું કે તેની સરકાર વિશ્વમાંથી કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદનો ખાત્મો કરશે. તેમણે અમેરિકનોને નોકરી આપવાનું પણ વચન આપ્યું. શુક્રવારે ભારતીય સમય અનુસાર રાત્રે ૧૦.૩૦ વાગે તેમણે પ્રમુખપદે શપથ લીધા હતા. ટ્રમ્પના પત્ની અને પ્રથમ મહિલા નાગરિક મેલાનિયા અને તેમના પરિવારજનો પણ હાજર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -