ડોનાલ્ડ ટ્રંપ સાથે વ્હાઈટ હાઉસ નહિ જાય પત્ની મેલાનિયા અને દિકરો, જાણો કેમ
ન્યૂયોર્કના મેયરે જણાવ્યું કે, ‘ટ્રંપ ટાવરની આજુબાજુ પણ ઘણી બિલ્ડીંગો આવેલી અને તે અમેરિકાના સૌથી મોટા શહેરમાં આવેલો હોવાથી અહીંની સિક્યુરિટી મેનેજ કરવી અઘરો ટાસ્ક છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાટે હાલ મેલાનિયા અને તે ન્યૂયોર્કમાં ટ્રંપ ટાવરમાં જ રહેશે. અને ટ્રંપે જણાવ્યું છે કે તે વોશિંગટનથી નિયમિતપણે ન્યૂયોર્કની મુલાકાત લઈ મેલાનિયા અને બેરનને મળવા આવશે.
સાથે જ મીડિયામાં એહેવાલો છે કે ટ્રંપ પરિવારના આ નિર્ણયથી ન્યૂયોર્ક પર 1 મિલિયન ડોલર પ્રતિ દિવસનો બોજો વધારશે. ટ્રંપના પરિવારના દરેક સભ્યને સિક્રેટ સર્વિસ દ્વારા પ્રોટેક્શન ઉપરાંત પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જાન્યુઆરીમાં વ્હાઈટ હાઉસમાં રહેવા માટે જશે ત્યારે તેમની સાથે પત્ની મેલાનિયા અને દિકરો બેરન ટ્રંપ નહિ જાય.
ટ્રંપ પરિવારના પ્રવક્તાએ નિવેદન આપ્યું છે કે, બેરન ટ્રંપની સ્કૂલ ચાલુ છે. અને તે અધવચ્ચેથી ક્લાસ છોડીને બીજી સ્કૂલમાં શિફ્ટ થઈ શકે નહિ.
આ વાતથી અમેરિકામાં ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ટ્રંપ પરિવારના આ નિર્ણયનું સમર્થન કર્યુ છે તો કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -