પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયાર ક્યાં અને કેવી રીતે સંતાડીને રાખ્યા છે, જણાવ્યું અમેરિકાના વૈજ્ઞાનિકોએ
વોશિંગ્ટનઃ અમેરિકાના વૈજ્ઞાનિકોના એક ગ્રુપ અનુસાર પાકિસ્તાન પાસે 130-140 પરમાણું હથિયાર છે. આ આંકડો સેટેલાઈટ દ્વારા મેળવવામાં આવેલ તસવીરનું ઝીણવટપૂર્વક અધ્યયન કર્યા બાદ મળ્યો છે. ઉપરાંત વૈજ્ઞાનિકોના અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે, આ સિવાય તેમને અમેરિકાથી પ્રાપ્ત થયેલ F-16 સહિત કેટલાક લાડયક વિમાનોને પરમાણુ હુમલા લાયક બનાવ્યાં છે. પાકિસ્તાને આમ કરીને અમેરિકી નિયમોનું ઉલ્લધન કર્યું છે કારણકે જ્યારે તેમને તે વિમાન આપવામાં આવ્યાં હતા. ત્યારે સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ વિમાનોમાં કોઇ પણ પ્રકારનું પરિવર્તન કરવામાં ન આવે.
બુલેટિન ઓફ ઓટોમિક આઇટિસ્ટના હાલના રિપોર્ટ પ્રમાણે આ અંગે દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં સૈન્ય છાવણીયો અને વાયુસેનાના ઠેકાણાઓની સેટેલાઇટથી લેવામાં આવેલી તસ્વીરના વિશ્લેષણથી મોબાઇલ લોન્ચર્સ અને ભૂમિગત સુવિધાઓ જોવા મળી છે. જે પરમાણુ હથિયાર સાથે જોડાયેલી છે.
પાકિસ્તાની પરમાણુ દળ 2016 નામના આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને અધિક ન્યૂક્લિયર વોરહેડ્સ ડિલિવરી સિસ્ટમ અને પરમાણુ હથિયારના ઉપયોગ સંબંધી વસ્તુઓનું ઉત્પાદન કરનારી ઇન્ડસ્ટ્રીની મદદથી સતત પરમાણુના ખજાનામાં વધારો કરી રહ્યું છે. એક અનુમાન પ્રમાણે પાકિસ્તાન પાસે 130-140 પરમાણુ હથિયાર છે. જો આ રીતનો ટ્રેન્ડ ચાલુ રહ્યો તો વર્ષ 2025 સુધી પાકિસ્તાનમાં સંખ્યાબંધ પરમાણુ હથિયારોનો કાફલો તેનાત થઇ જશે.