છોકરીએ દહેજમાં માંગી લક્ઝરી કાર, જાણો પછી મંગેતરે શું કર્યું
ખલીજ ટાઇમ્સના અહેવાલ મુજબ છોકરીના પિતાનું કહેવું છે કે તે તેમની પુત્રીને દહેજમાં દરેક ચીજ માંગવાની છૂટ આપી છે. અહેવાલ મુજબ છોકરી હાલ અભ્યાસ કરી રહી છે અને જજાનમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોકરાએ કહ્યું કે, સૌથી પહેલા છોકરી પક્ષે જ માંગુ નાંખ્યું હતુ અને તેમની તમામ શરતો પણ સ્વીકારી લેવામાં આવી હતી. જ્યારે લગ્નની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી ત્યારે છોકરીએ દહેજમાં લેક્સસ કારની માંગ કરી. આ કારની કિંમત 80 લાખ રૂપિયા છે. જે ખરીદી શકવાની ક્ષમતા ન હોવાથી અમે લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
અહેવાલ મુજબ છોકરાનું કહેવું છે કે તેને છોકરી સાથે કોઈ વ્યક્તિગત મુશ્કેલી નથી. પરંતુ લગ્ન પહેલા તેની માંગોથી પરેશાની થઈ રહી છે તો લગ્ન બાદ તે વધારે ભયંકર રૂપ ધારણ કરી શકે છે. તેથી સંબંધ તોડી નાંખવો વધારે યોગ્ય છે.
હાલ દુબઈના તમામ મીડિયામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. (તસવીરો પ્રતીકાત્મક છે)
રિયાદઃ લગ્નમાં છોકરીએ દહેજ માંગ્યું તેમ સાંભળવામાં આવે ત્યારે જરા વિચિત્ર લાગે તે સ્વાભાવિક છે. પરંતુ સાઉદી અરબમાં એક મહિલાએ લગ્ન પહેલાં દહેજમાં લક્ઝરી ગાડીની માંગ કરી હતી. જે બાદ તેને મંગેતરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -