ન્યૂયોર્ક એરપોર્ટ પર સિક્યૂરિટીના નામે પાકિસ્તાની વડાપ્રધાનનું ચેકિંગ કરાયું, પાક. મીડિયાએ બતાવ્યો વીડિયો
માનવામાં આવે છે કે, થોડાક દિવસો પહેલા ખાકાન પોતાની બિમાર બહેનને જોવા અમેરિકા ગયો હતો, આ તેમનો પ્રાઇવેટ પ્રવાસ હતો, જોકે આ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સને પણ મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાનના ચેકિંગ વાળા આ વીડિયોમાં બતાવવામાં આવી રહ્યુ છે કે વડાપ્રધાનની તલાશી લેવામાં આવી રહી છે, ત્યારબાદ તે પોતાની ટીશર્ટ અને બેલ્ટ કાઢતા દેખાય છે. પછી કાઉન્ટર પર મુકેલો પોતાના કૉટ અને બેગ ઉઠાવીને ચાલ્યા જાય છે.
પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે, આ તેમની પ્રાઇવેટ ટૂર હતી તો પણ વડાપ્રધાન પાસે ડિપ્લૉમેટિક પાસપોર્ટ હતો. આવામાં તેમનું ચેકિંગ કરવું એ ખરાબ વાત છે. પાકિસ્તાનની ટીવી ચેનલ્સ પર આ તપાસનો એક વીડિયો પણ દર્શાવવામાં આવ્યો હતો.
માનવામાં આવે છે કે અમેરિકા પાકિસ્તાની સરકાર પર વીઝા બેન સહિતના કેટલાય પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, આતંકવાદ પર નરમાઇના કારણે અમેરિકા પાકિસ્તાનથી નારાજ છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ તેને આપવામાં આવેલી લગભગ 25.5 કરોડ ડૉલરની મદદની રકમ રોકી દીધી છે.
પાકિસ્તાનના વડાપ્રધાનની ચેકિંગ પહેલા અમેરિકાએ 7 પાકિસ્તાની કંપનીઓને પરમાણુ વેપારના શકમાં બેન કરી દીધી હતી.
નોંધનીય છે કે, 2011માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજી એબ્દુલ કલામની ન્યૂયોર્ક એરપોર્ટ પર તલાસી લેવામાં આવી હતી, જોકે ભારતની આપત્તિ બાદ અમેરિકાએ માફી માંગી હતી.
ન્યૂયોર્કઃ અમેરિકન સિક્યૂરિટી કેટલીક મજબૂત છે તેનું એક જબરદસ્ત ઉદાહરણ સામે આવ્યુ છે. અમેરિકાના જૉન એફ કેનેડી એરપોર્ટ પર સિક્યૂરિટી તપાસના નામે પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાનનું ચેકિંગ કરવામાં આવ્યું. પાકિસ્તાની મીડિયાએ આ દોવો કર્યો છે. જોકે આને એક રૂટીન પ્રૉસેસ બતાવવામાં આવી રહી છે, પણ પાકિસ્તાનમાં લોકો નારાજ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -