રશિયા ઇલેક્શનઃ 'એડલ્ટ્સ ઓન્લી' નામથી ટૉપલેસ મૉડલના વીડિયો થયા વાયરલ
હાલ તો એવી સંભાવના છે કે, વ્લાદિમીર એકવાર ફરીથી પ્રેસિડન્ટ ચૂંટણી જીતવામાં સફળ રહેશે. આ પ્રકારની જાહેરાતની ઓથાર હેઠળ ચાલી રહેલા અભિયાનને મેન્સ મેક્સિમ મેગેઝીનની રશિયન એડિશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્સિમ મેગેઝીને આ તમામ વીડિયો અને ફોટોગ્રાફ્સ તૈયાર કર્યા છે. જોકે, રશિયન એડિશનના ચીફ એડિટર એલેક્ઝાન્ડર મેલેન્કોવે કોના ઇશારાથી આ પ્રકારના અશ્લીલ બેનર્સ તૈયાર કર્યા છે, તે જણાવવાની સ્પષ્ટ ના કહી છે.
બીજી એક ઇમેજમાં બ્લેક અંડરવિઅરમાં એક મોડલ મોહક અંદાજમાં બેલોટ પેપરને બોક્સમાં નાખી રહી છે. આ મોડલ સાથે 'વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એડલ્ટ્સ' સ્લોગન છપાયું છે. ઉલ્લેખનીય છે કે, રશિયામાં આગામી 18 માર્ચે પ્રેસિડન્ટ ઇલેક્શન છે.
મોસ્કોઃ રશિયામાં પ્રેસેડિન્શિયલ ઇલેક્શનને લઇને જબરદસ્ત ગરમાગરમી ચાલું થઇ ગઇ છે, આગામી 18મી માર્ચે આ ઇલેક્શન યોજાવાનું છે, ત્યારે કેટલાક ઓનલાઇન સેક્સ્યૂઅલ વીડિયો વાયરલ થઇ રહ્યાં છે, જેમાં 'ઇલેક્શનઃ એડલ્ટ્સ ઓન્લી' નામનો એક વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે.
આ પ્રકારના ઓનલાઇન સેક્સુઅલ વીડિયો અને ઇમેજ મતદારોને અપીલ કરવા માટે ફરતા થયા છે. 'ઇલેક્શનઃ એડલ્ટ્સ ઓન્લી' નામથી ફરતા થયેલા આ વીડિયો અને બેનરને કોણ સ્પોન્સર કરાવી રહ્યું છે, તે વિશેની માહિતી હજુ બહાર આવી નથી. પરંતુ આ પ્રકારના ટોપલેસ અને તદ્દન નગ્ન હોય તેવી મોડલ્સના ફોટોગ્રાફ્સ, વીડિયો સોશિયલ નેટવર્ક અને યુટ્યૂબ પર ફરતા થયા. પ્રેસિડન્ટ ઇલેક્શનના આ પ્રકારના કેમ્પેઇનથી ક્રેમલિન (પ્રેસિડન્ટ ઓફ રશિયન ફેડરેશન હાઉસ) ના સાસંદો નારાજ થયા છે.
રશિયાના ધ્વજની સાથે જાણીતી મોડલ ટોપલેસ થઇને પડી છે અને વોટ બ્રોશર્સને વાંચી રહી છે. અન્ય એક જાણીતી યંગ મોડલ લૉન્જરી પહેરીને વોટ આપવા જઇ રહી છે. 'જે પોલિંગ બૂથ વિશે જાણે છે, તે જ પોલિંગ બૂથમાં ટકી શકે છે.' મેન્સ મેક્સિમ મેગેઝીનની રશિયન એડિશનમાં એક પેજમાં આ પ્રકારે સ્પોન્સર્ડ કન્ટેન્ટ છપાયું છે.
એક અંદાજ અનુસાર, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના સમર્થકો તેઓની ફરીથી ચૂંટણીમાં જીતાડવા માટે અલગ અલગ પ્રકારના અશ્લીલ, ડરામણાં અને વિવાદાસ્પદ વીડિયોનો સહારો લઇ રહ્યો છે.