ફ્રાંસમાં લાગી શકે છે ઇમરજન્સી, પેટ્રોલના વધતા ભાવને લઈ હિંસક બની રહ્યું છે જન આંદોલન, જાણો વિગત
પેરિસમાં મોટી સંખ્યામાં લોકો પીળા રંગના જેકેટ પહેરીને પ્રદર્શન કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્રાંસના રાષ્ટ્રપતિએ શનિવારે કહ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં હિંસા સાંખી લેવામાં નહીં આવે. દેખાવકારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ફ્રાંસમાં ઈંધણની કિંમતમાં થઈ રહેલા વધારાનો વિરોધ કરી રહેલા લોકો શુક્રવારે હિંસા પર ઉતરી આવ્યા હતા.
દેખાવકારોએ પેરિસમાં અનેક વાહનોને આગ ચાંપી હતી અને મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. અહીં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતાં બેંજામિને આવી ઘટનાઓ પર રોક લગાવવા માટે અધિકારીઓને આદેશ કર્યો છે.
પેરિસઃ ફ્રાન્સમાં પેટ્રોલના વધતા ભાવને લઈ જન આંદોલન ઉગ્ર બની ગયું છે. અહીં હિંસાને રોકવા માટે ઇમરજન્સી લગાવવામાં આવી શકે છે. ફ્રાંસ સરકારના પ્રવક્તા બેંજામિન ગ્રિવોએ મીડિયાને જણાવ્યું કે, શાંતિ જાળવી રાખવા તથા દેખાવકારો સાથે વાતચીત કરવા આ પગલું સરકાર ઉઠાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -