જાણીતા ક્રિકેટરની પૂર્વ પત્નીએ કર્યો દાવો, લગ્ન પહેલા કર્યું હતું યૌનશોષણ
તેણે કહ્યું, ઇમરાન ખાને લગ્ન પહેલાં મને તેના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેની સાથે આ મારી માત્ર બીજી મુલાકાત હતી. મેં સાવધાની દર્શાવતાં મારી એક મિત્રને તેના ઘરની બહાર રોકાવા કહ્યું હતું. મેં તેણીને કહી રાખ્યું હતું કે જો કંઈ અઘટિત બનશે તો હું તને ફોન કરીશ અને ત્યાંથી નીકળી જઈશું.
આ દરમિયાન ઇમરાને થોડો સમય રાજનીતિ અને બાળકો અંગે વાત કરી હતી. તેણે મારી પ્રશંસા પણ કરી. અમે બંનેએ સાથે ભોજન લીધું અને તે પછી ઇમરાને મારું યૌનશોષણ કરવાની કોશિશ કરી હતી.
પુસ્તકમાં રેહમે લખ્યું છે કે, હું ડરી ગઈ હતી અને વિચારી રહી હતી કે અહીંયા કેમ આવી. મેં ઇમરાનને ધક્કો પણ મારી દીધો હતો. જેના પર તેમણે કહ્યું કે, હું જાણું છું કે તું આવી છોકરી નથી. તેથી હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જે બાદ મેં તેમને કહ્યું કે, તમે પાગલ થઈ ગયા છો. હું તમને જાણતી પણ નથી અને તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો.
તેણે એમ પણ કહ્યું કે, એક વખત ઇમરાન ખાને એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો કે હું ચોકી ગઈ હતી. રેહમ થોડા દિવસોમાં આ પુસ્તકને લંડનમાં લોન્ચ કરી શકે છે.
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ રેહમ ખાન પર ઇમરાનને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.
પુસ્તકમાં કરવામાં આવેલા દાવાને લઈ અભિનેતા હમજા અલી અબ્બાસ, ઇમરાનના દોસ્ત જુલ્ફી બુખારી, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અક્રમ અને અન્ય લોકોએ રેહમ ખાનને કાનૂની નોટિસ મોકલી છે.
રેહમે પુસ્તકનો હવાલો આપીને કહ્યું કે, ત્યાં પહોંચ્યા બાદ તેણે મને સાથે લટાર મારવાનું કહ્યું હતું. તેમણે મારી ઊંચી એડીના સેન્ડલ પર ટિપ્પણી કરતાં કહ્યું કે આને પહેરીને કેવી રીતે ચાલી શકો છો ? જે બાદ મેં તે સેન્ડલ ઉતારીને મારી બેગમાં મૂકી દીધા હતા.
પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2015માં તેણે લગ્ન પહેલા ઇમરાન ખાને તેનું યૌનશોષણ કર્યું હતું. ટીવી એંકર રેહમે એક ટીવી પ્રોગ્રામમાં ઇમરાન સાથે બીજી વખત મુલાકાતની વિસ્તૃત જાણકારી આપી છે.
ઇસ્લામાબાદઃ જાણીતા ક્રિકેટર અને પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (પીટીઆઇ)ના પ્રમુખ ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાનના નવા પુસ્તક ‘ટેલ ઓલ’નાં કેટલાંક અંશ મીડિયામાં લીક થયા છે. જેમાં તેણે ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે.