ઇમરાન ખાનની પૂર્વ પત્નીએ કર્યું ટ્વીટ, કહ્યું- મારા દીકરાઓના પિતા છે પાકિસ્તાનના આગામી વડાપ્રધાન
જેમિમા ગોલ્ડસ્મિથે ટ્વીટર પર લખ્યું કે ઇમરાન ખાન માટે ચેલેન્જ છે કે તે હંમેશા યાદ રાખે કે, છેવટે તે રાજકારણમાં કેમ આવ્યા. તેમને એક બીજા ટ્વીટમાં કહ્યું કે, ઇમરાન ખાનને 1997ની પહેલી ચૂંટણી યાદ છે જ્યારે તે રાજકારણમાં નવા-નવા આવ્યા હતા. ત્યારે તે શિખાઉ હતાં. 1997 માં ઇમરાન ખાને ચૂંટણી બાદ મને ફોન કર્યો અને કહ્યું કે મે હારમાં ક્લિન સ્વિપ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા જેમિમા ગોલ્ડસ્મિથે ટ્વીટ કરતા પાકિસ્તાનને ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી હતી અને ઇમરાન ખાનને સુંદર, પાગલ, પ્યારો અને જુનો મિત્ર ગણાવ્યો હતો. જેમિમા ગોલ્ડસ્મિથે આ સાથે જ કહ્યું કે, અહીં તમારા મત ગણનારાઓને આશા છે, તેમને મત ગણવા દો. લોકોને તે રહનુમા મળી જશે જેમાં તેઓ માને છે. પાકિસ્તાન જિન્દાબાદ.
નવી દિલ્હીઃ પાકિસ્તાનની તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના ચેરમેન ઇમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમા ખાન ગોલ્ડસ્મિથે પીટીઆઇને સફળતા પર પોતાના પૂર્વ પતિને અભિનંદન પાઠવ્યા છે. સોશ્યલ મીડિયા પર જેમિમા ગોલ્ડસ્મિથે કહ્યું કે, 22 વર્ષની સતત કોશિશો અને કુરબાનીઓ બાદ મળેલી મારા પુત્રોના પિતા પાકિસ્તાનના આગામી વડાપ્રધાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -