ઇમરાન ખાને પહેલા ભાષણમાં જ ભારતીય મીડિયાને ઝાટકી, જાણો શું કહીને કાઢ્યો ગુસ્સો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા પાકિસ્તાની મીડિયામાં એવા સમાચારો સામે આવી રહ્યાં હતા કે ચૂંટણીમાં જીત મેળવવા માટે ઇમરાન ખાને ભારત વિરોધી નારાનો ઉપયોગ કર્યો, વળી, ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીકે-એ-ઇન્સાફને પાકિસ્તાની સેનાનું સમર્થન મળેલુ છે. આવામાં ઇમરાન માત્ર એક ફેસ જ હશે અને સેના પડદા પાછળથી સરકાર પર નિયંત્રણ રાખશે. આ મુદ્દાને ભારતીય મીડિયાએ મુદ્દો બનાવીને ખુબ ઉછાળ્યો હતો.
તેમને કહ્યું કે, ભારતીય મીડિયાની વાતોથી એવું લાગી રહ્યુ હતું કે, જો હું સરકારમાં આવીશ તો દરેક વસ્તુઓ એવી જ થશે જે ભારત માટે ખરાબ હોય. વળી, ઇમરાન ખાને એ પણ કહ્યુ કે ભારતને સૌથી નજીક મારાથી કોઇ નથી જાણતું. કેમકે તેમને એક ક્રિકેટર તરીકે ભારતને ખુબ નજીકથી જોયું છે. એટલે તે આ ક્ષેત્રમાં શાંતિની જરૂરિયાતને બહુ સારી રીતે સમજે છે.
જીત બાદ આખા દેશનો સંબોધિત કરતાં ઇમરાન ખાને ભારતીય મીડિયા પર ટિપ્પણી કરી, તેમને કહ્યું કે, “ભારતીય મીડિયાએ મને છેલ્લા થોડાક દિવસોમાં બતાવ્યો તો એવું લાગ્યું કે જાણે હું બૉલીવુડનો કોઇ વિલન છું.” ભારત વિશે વાત કરતાં ઇમરાન ખાને સૌથી પહેલા ભારતીય મીડિયા સામે ગુસ્સો કાઢ્યો હતો.
નવી દિલ્હીઃ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પોતાની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યા બાદ ઇમરાન ખાને સામાન્ય ચૂંટણીમાં જીતનો દાવો કર્યો. ઇમારને પહેલા સંબોધનમાં પાકિસ્તાન માટે તેમના દ્રષ્ટિકોણની ઝલકની સાથે ભારતીય મીડિયામાં પોતાની ઇમેજને લઇને નિશાન સાધ્યું હતું. તેને ભારતીય મીડિયા પર ગુસ્સો ઠાલવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -