પાકિસ્તાનના વડાપ્રધાન બનનારા ઈમરાનને હિન્દી ફિલ્મોની આ સેક્સ બોમ્બ હીરોઈન સાથે હતું અફેર, જાણો વિગત
ઝિન્નત અમાન 1970ના દાયકાના અંતમાં અને 1980ના દાયકાની શરૂઆતમાં હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રી હતી. એ જમાનાની અન્ય હીરોઈનોની સરખામણીમાં ઝિન્નત સ્લિમ હતી તેથી તેને સેક્સ બોમ્બ કહેવામા આવતી. ઝિન્નત અમાન અમિતાભ બચ્ચન સાથે ઘણી સફળ ફિલ્મો આપીને ટોચની અભિનેત્રી બની હતી.
ઈમરાન અને ઝિન્નત એ પછી ખાનગીમાં મળતાં રહેતાં. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 1987માં ભારત આવી એ વખતે બંનેનો રોમાન્ય પૂરબહારમાં ચગ્યો હતો. ઈમરાન ખાન એ વખતે પાકિસ્તાનનો કેપ્ટન હતો અને તે મેચ પત્યા પછી ટીમ સાથે હોટલમાં રોકાવાના બદલે ઝિન્નત સાથે રોકાવા નિકળી જતો એવું કહેવાય છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના સભ્યો બીજા દિવસે ઈમરાન ખાન કોઈ ભૂલ કરે તો, રાતનો થાક છે તેવું કહીને મજાક ઉડાવતા હતા. એ વખતે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો શારજાહમાં નિયમિત રીતે રમતા. ઝિન્નત અને ઈમરાન શારજાહમાં નિયમિત રીતે મળતાં એવું પણ કહેવાય છે.
મુંબઈઃ પાકિસ્તાનનો વડાપ્રધાન બનવા જઈ રહેલો ક્રિકેટરમાંથી રાજકારણી બનેલો ઈમરાન ખાન તેના રંગીન મિજાજ માટે જાણીતો છે. ઈમરાન ખાને સત્તાવાર રીતે ત્રણ વાર તો લગ્ન કર્યાં છે અને બીજી ઘણી ખબૂસૂરત યુવતીઓ સાથે તેના અફેરની ચર્ચાઓ સતત ચાલતી રહી છે.
ઈમરાન ખાનને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને સેક્સ બોમ્બ તરીકે ઓળખાતી ઝિન્નત અમાન સાથે અફેર હોવાની ચર્ચા 1980ના દાયકામાં ચાલી હતી. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 1970ના દાયકાના અંતમાં ભારતના પ્રવાસે આવી ત્યારે ઝિન્નત અને ઈમરાન ખાન નજીક આવ્યાં હોવાનું કહેવાય છે.