લંડનની અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં બ્લાસ્ટ, અનેક ઘાયલ, સ્ટેશન કરાવાયું ખાલી
એક પેસેન્જરે સ્થાનિક પ્રેસને જણાવ્યું કે, જેવો બ્લાસ્ટ થયો ને આગ લાગી અમે તરત જ ખુલ્લા દરવાજાની બહાર કૂદવા લાગ્યા. બ્લાસ્ટની થોડી જ મિનિટોમાં ફાયર બ્રિગેડ તથા મેટ્રોપોલિટન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લાસ્ટ સમયે ટ્રેન સાઉથ વેસ્ટ લંડનના પાર્સન્સ ગ્રીન સ્ટેશન પર હતી. સફેદ રંગના કન્ટેનર અથવા ટબ જેવી વસ્તુને ટ્યૂબ ટ્રેનના દરવાજા નજીક એક બેગમાં મૂકેલી હતી. જેવો બ્લાસ્ટ થયો તેવી આગ લાગી અને તેમાં કોઇ પ્રકારનો ગેસ નિકળવા લાગ્યો હતો.
અહેવાલ અનુસાર સવારે લગભગ 8.15 કલાકે એકદમ ભીડવાળી ટ્યૂબ ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે ટ્રેનમાં સવાર કેટલાંક પેસેન્જર્સના ચહેરા દાઝ્યા છે.
લંડનઃ બ્રિટનની રાજધાની લંડનના એક અંડરગ્રાઉન્ટ ટ્રેનમાં બ્લાસ્ટ થયાના અહેવાલ છે. બ્લાસ્ટ પારસંન ગ્રીન સ્ટેશન પાસે થયો. આ વિસ્તાર સાઉથ વેસ્ટ લંડનમાં આવે છે. આ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘટના સ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર છે. લંડનમાં અંડરગ્રાઉન્ડ ટ્રેનને ટ્યૂબ ટ્રેન કહેવામાં આવે છે અને લોકોના આવાગમન માટેનું મુખ્ય સાધન છે. હાલમાં આ રૂટની ટ્રેન સેવામાં વિક્ષેપ પડ્યો છે. સ્ટેશન ખાલી કરાવવામાં આવ્યું છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -