બ્રિટેન, અમેરિકા, ચીન સહિત અનેક દેશોમાં સાઈબર અટેક, રેનસમવેયર વાયરસથી અનેક જગ્યાએ કોમ્પ્યૂટર ઠપ
આ વાયરસ કોમ્પ્યૂટરમાં ઉપલબ્ધ ફાઈલો અને વીડિયોને ઈનક્રિપ્ટ કરી દે છે અને તેને ખંડણી આપ્યા બાદ જ ખોલી શકાય છે. હાલમાં આ કોમ્પ્યૂટર વાયરસ ભારતમાં નથી ફેલાયો, પરંતુ જોખમ ચોક્કસ તોળાઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનેક દેશોમાં રેનસમવેયર નામના કોમ્પ્યૂટર વાયરસને સાઈબર અટેક માટે જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. રેનસમવેયર એક એવો વાયરસ છે જે કોમ્પ્યૂટર્સ ફાઈલને નષ્ટ કરવાની ધમકી આપે છે. ધમકી આપવામાં આવે છે કે તમારે તમારી ફાઈલ પરત જોઈએ છે તો ફી ચૂકવવી પડશે.
ઇંગ્લેન્ડની અનેક હોસ્પિટલનું કહેવું છે કે, તેને પોતાના કોમ્પ્યૂટર ખોલવામાં મુશ્કેલી થઈ રહી છે. જે કોમ્પ્યૂટર્સ હેક થયા છે તેને ખોલવા પર એક મેસેજ જોવા મળે છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ફાઈલ રિકવર કરવા માગો છો તો રૂપિયા ચૂકવો. બિટકોઈનમાં ખંડણીની રકમ માગવામાં આવી રહી હોવાના સમાચાર છે.
નવી દિલ્હીઃ યૂરોપ સહિત વિશ્વના અનેક દેશમાં કોમ્પ્યૂટર વાયસર અટેકના સમાચાર છે. સમાચાર છે કે, યૂરોપ, અમેરિકા,ચીન અને રશિયામાં અનેક જગ્યાએ કોમ્પ્યૂટર્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. અટેક માટે રેનસમવેયર નામનો વાયરસ જવાબદાર હોવાનું કહેવાય છે. બ્રિટેનની નેશનલ હેલ્થસર્વિસ રેનસમવેયરથી સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -