આતંકીઓએ આમ તોડ્યું હતું પેન્ટાગોન, FBIએ જાહેર કર્યા 9/11ના ફોટો
આ હુમલામાં મૃતકોમાં 57 દેશોના નાગરિકો સામેલ હતા. હુમલા પાછળ આતંકી સંગઠન અલ-કાયદાના વડા બિન લાદેનનો હાથ હતો.
આ હુમલાઓમાં 400 પોલીસ ઓફિસર્સ અને ફાયર ફાઇટર્સ સહિત 2983 લોકોના મોત થયા હતા.
જ્યારે ત્રીજા વિમાનથી પેન્ટાગોન પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ચોથું વિમાન પેન્સિલવેનિયામાં ક્રેશ થયું હતું.
ઉલ્લેખનીય છે કે આતંકીઓ કુલ ચાર પ્લેન હાઇજેક કર્યા હતા. જે પૈકી બે પેસેન્જર પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવરમાં ઘૂસાડી દીધા હતા.
પેંટાગોન ઈમારતની બે માળમાં પ્લેન ઘુસી જતાં 184 લોકો મૃત્યુ પામ્યા હતા.
આતંકીઓએ ચાર પેસેન્જર એરક્રાફ્ટ હાઇજેક કર્યા હતા, જેમાં ત્રણ પ્લેને ટાર્ગેટ પર હુમલો કરવામાં સફળ રહ્યા હતા.
વર્ષ 2001માં અલ-કાયદાના 19 આતંકીઓએ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પેન્ટાગોન અને પેન્સિલવેનિયામાં એક સાથે સૌથી મોટા આતંકી હુમલા કર્યા હતા.
તસવીરો અમેરિકાના મિલિટરી હેડક્વાર્ટર પેન્ટાગોનની છે. આ તસવીરો એફબીઆઈની સાઈટ પર છ વર્ષ પછી ફરી શેર કરવામાં આવી છે.
અમેરિકાની સિક્રેટ એજન્સી એફબીઆઇએ 11 સપ્ટેમ્બર (9/11) હુમલાની તસવીરો જાહેર કરી છે.