US: હિટ એન્ડ રન કેસમાં ભારતીય એંજિનિયરનું મોત, તેની પત્નીને પહોંચી ગંભીર ઈજા
આ દરમિયાન શર્માના પરિવારજનો અને મિત્રોએ તેના મૃતદેહને ભારત પરત લઈ આવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઉપરાંત ગંભીર હાલતમાં રહેલી તેની પત્નીને સપોર્ટ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શર્મા કોલંબસમાં ડીઝલ એન્જિન મેન્યુફેક્ચર કંપની કમીન્સમાં કામ કરતો હતો. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, કંપની શર્મા ફેમિલીના સતત સંપર્કમાં છે અને તેની બોડીને ઈન્ડિયા પરત લાવવા જરૂરી સપોર્ટ કરી રહ્યું છે.(તસવીર- ફેસબુક)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે આ ઘટનામાં 36 વર્ષીય માઈકલ ડેમાયોની ધરપકડ કરી છે. તે તેની રેડ કલરની ક્રિસલર મિનીવાન લઈને જતો હતો. ત્યારે તેણે કોલંબસમાં ફોર સેશન્સ રિટાયરમેન્ટ સેન્ટર પાસે આ કપલને પાછળથી ટક્કર મારી હોવાનું સ્થાનિક અખબારોમાં જણાવાયું છે. ઘટના બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મિનીવાન ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે. પોલીસે કારની નંબર પ્લેટના આધારે આરોપીની ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ કન્ટ્રી જેલમાં છે અને તેની વિરૂદ્ધ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. (તસવીર- ટ્વિટર)
વોશિંગ્ટન: અમેરિકાના સ્ટેટ ઓફ ઈન્ડિયાનામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક એક ભારતીય એંજિનિયરનું મોત થયું છે. જ્યારે તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ છે. રવિવારે સાંજે બનેલી ઘટનામાં અશુંલ શર્મા (30)નું ઘટના સ્થળે જ મોત થયું હતું અને તેની પત્ની સમીરા ભારદ્વાજ (28) ઘાયલ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ બંને રાહદારીઓ ઈન્ડિયાનાના કોલંબસ સિટીના રહેતા હતા. (તસવીર- ફેસબુક)
આ દુર્ઘટનામાં અંશુલનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે સમીરા ઈન્ડિયા પોલિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. (તસવીર- ફેસબુક)
- - - - - - - - - Advertisement - - - - - - - - -