આ છે દુબઈની મહિલા સ્પેશિયલ ગાર્ડ, તેનો જોવા લોકો પડાપડી કરે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવુમેન સ્પેશિયલ યૂનિટને જે રીતની તાલીમ આપવામાં આવે છે, તેમાં બંધક સંકટ અને અપહરણથી લોકોને છોડાવવા સુધી સામેલ છે. તે માટે મહિલા યૂનિટને ખાસ હથિયાર ચલાવવાની તાલીમ અને માર્શલ આર્ટ્સમાં પણ તાલીમ આપવામાં આવી છે. તેઓ ચાલુ કારમાં થી કૂદવુ અને ઊંચી ઇમારતોમાંથી ઉતરવાનું પણ જાણે છે. તેમને લગભગ એક વર્ષ સુધી આકરી ટ્રેનિંગ આપવામાં આવી છે.
એક અન્ય મહિલા પોલીસકર્મી જાહરા ઇબ્રાહિમે કહ્યું હતું કે, હું રોજ 12 કલાક ફરજ બજાવું છું. મારા પરિવાર સાથે ઘણીવાર મહત્વના પ્રસંગે હાજર રહી શકતી નથી. તેમ છતાં હું પરિવારવાળાની નજરમાં મારા માટે ગૌરવ જોઉ છું. પોતાના લોકોનું આ સન્માન મને મારૂ કામ કરવા માટે વધારે પ્રોત્સાહિત કરે છે.’ લોકોના આ વ્યવહારને મહિલાઓ સકારાત્મક પરિવર્તન તરીકે જોવે છે. તેમનું માનવુ છે કે દુબઈ જેવી જગ્યા પર મહિલાઓ માટે આ પ્રોત્સાહન મોટી વાત છે.
ટીમમાં સામેલ આયશા ઉબૈદ કહે છે કે,વિકટ ટ્રેનિંગ અને કામે મને પોતાના ભય પર જીત મેળવવામાં મદદ કરી છે. મેં મુશ્કેલીઓનો મુકાબલો કરવાની કળા પણ શીખી લીધી છે. લોકો અંદાજ પણ નથી લગાવી શકતા કે અમારી ટ્રેનિંગ કયા સ્તરની હોય છે.
આ સ્પેશિયલ યૂનિટસમાં સામેલ ઈમાન સલેમ કહે છે કે, 'આ નવા કામથી મને કોઇપણ મુશ્કેલ સંજોગને સંભાળવાનો વિશ્વાસ મળ્યો છે. હું રોજ મારા કામને નજીકથી અનુભવું છું અને વધારે સમર્પણ સાથે પોતાની પરજ બજાવું છું. જોકે ફિલ્ડમાં કામ કરવું ઘણુ મુશ્કેલ હોય છે. તે માટે અમારે સતત અમારી ક્ષમતાઓને વધારવાની અને પોતાને ફિટ રાખવાના હોય છે. ત્યારે તમે અલગ-અલગ સ્થિતિ અને ઇમરજન્સીમાં કામ કરવા તૈયાર થઇ શકો છો.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના અખાતના દેશમાં મહિલાઓ કાર હંકારી શકતી નથી. ઉપરાંત પણ અનેક પ્રતિબંધો તેમના પર હોય છે. તેવામાં દુબઈમાં આ રીતે મહિલાઓને સ્પેશિયલ ગાર્ડ બને તે લોકો માટે આશ્ચર્યની વાત છે. દુબઈમાં આ વર્ષે જ આ સ્પેશિયલ યૂનિટ બનાવવામાં આવી છે. તેમનું કામ મહિલા ઉદ્યોગપતિઓ, રાજ પરિવારની મહિલા સભ્યો અને વિદેશથી આવનારી મહિલા નેતાઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનું છે.
દુબઈઃ દુબઈમાં પ્રથમ વખત 18 મહિલાઓે સ્પેશિયલ ગાર્ડ યૂનિટમાં સામેલ કરવામાં આવી છે. દુબઈ પોલીસની લેમ્બોર્ગિની, ફરારી અને રેસિંગ બાઈક્સ લઈને જ્યારે આ મહિલા પોલીસકર્મી રોડ પર નીકળે છે તો લોકો તેમને જોવા માટે પડાપડી કરે છે. જેના કારણે અનેકવાર ટ્રાખિક જામની સ્થિતિ પણ સર્જાઈ જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -