અમેરિકાના સૌથી ધનવાનો યાદીમાં 5 ભારત વંશી, જાણો તેના વિશે
ગૂગલના પ્રારંભિક રોકાણકાર શ્રીરામ: 361માંક્રમેરહેલા 59 વર્ષીય કેઆર શ્રીરામ સિલિકોન વેલીના મોટા રોકાણકાર છે. તેમની સંપત્તિ 12,670 કરોડની છે. તેઓ ગૂગલના પ્રારંભિક રોકાણકારો પૈકીના છે. તેઓ પોતાની કંપની શેરપાલો વેન્ચર્સ મારફત યંગ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંત્રપ્રિન્યોર છે જૉન કપૂર: 335મુંસ્થાનમેળવનારા જૉન કપૂર આંત્રપ્રિન્યોર છે. તેમની સંપત્તિ 14,000 કરોડ રૂપિયા છે. 73 વર્ષીય કપૂર બે દવા કંપનીઓના માલિક છે. તેમાંની એક થેરેપેટિક્સ કેન્સરના દર્દીઓ માટે દવા બનાવે છે.
એરલાઇન વેટરન છે રાકેશ ગંગવાલ: 321માંસ્થાનેસામેલ એવિયેશન ક્ષેત્રના રાકેશ ગંગવાલની સંપત્તિ 14,670 કરોડ રૂપિયા છે. 63 વર્ષીય ગંગવાલ પોતાના વેપાર સામ્રાજ્યને ઇન્ટર ગ્લોબ એવિયેશન થી બનાવ્યું છે. બજેટ એરલાઇન્સ ઇન્ડિગોની પેરેન્ટ કંપની છે. ભારતીય બજારમાં મોટી ભાગીદાર છે.
સેલ્ફ મેડ ભરત-નીરજા દેસાઈ: 274મુંસ્થાનમેળવનાર સિનટેલના સહ-સંસ્થાપક ભરત-નીરજા દેસાઈની સંપત્તિ 16,670 કરોડ રૂપિયા છે. સિનટેલનો પ્રારંભ દેસાઇના મિશિગન સ્થિત એપાર્ટમેન્ટથી થઈ હતી. હવે તે 6,335 કરોડની રેવેન્યૂ જનરેટ કરી રહી છે.
દાનવીર છે રોમેશ વાધવાની: 222માંસ્થાનેરહેલા સીમ્ફની ટેક્નોલોજીના સંસ્થાપક રોમેશ વાધવાની સંપત્તિ 20,000 કરોડ રૂપિયા છે. તેમની 17 કંપનીઓની રેવેન્યૂ 18,670 કરોડ રૂપિયા છે. તેમણે આંત્રપ્રિન્યોરશિપ માટે ગયા વર્ષે 6,668 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ન્યૂયોર્કઃ ફોર્બ્સની અમેરિકાના 400 સૌથી અમીરોની યાદીમાં ભારતીય અમેરિકનોને પણ સામેલ કરાયા છે. તે છે રોમેશ વાધવાની, ભારત-નીરજા દેસાઈ, રાકેશ ગંગવાલ, જૉન કપૂર અને કેઆર શ્રીરામ. માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ સતત 23મા વર્ષે પહેલા સ્થાને છે. ગેટ્સની સંપત્તિ 240 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એમેઝોનના જેફ બેજોને બીજું અને અબજોપતિ રોકાણકાર વોરેન બફેટને ત્રીજા સ્થાને રાખવામાં આવ્યા છે. યાદીમાં સામેલ ટૉપ-400 અમેરિકનોની કુલ સંપત્તિ લગભગ 160 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અમેરિકના ટૉપ-5 ધનીક અમેરિકનમાં બિલ ગેટ્સ, 1. માઇક્રોસોફ્ટ (સંપત્તિ: 5.40 લાખ કરોડ રૂપિયા) 2. જેફ બેજો,એમેઝોન (સંપત્તિ: 4,47 લાખ કરોડ રૂપિયા) 3.વોરેન બફેટ,બર્કશાયર (સંપત્તિ:4.37 લાખ કરોડ રૂપિયા) 4. માર્ક ઝુકરબર્ગ, ફેસબુક (સંપત્તિ:3.70 લાખ કરોડ રૂપિયા) 5. લેરી એલિસન,ઑરેકલ (સંપત્તિ:3.29 લાખ કરોડ રૂપિયા) સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -