દુબઈમાં ભારતીય ઉદ્યોગપતિએ 6 કરોડની કારના નંબર માટે ખર્ચ્યા 60 કરોડ રૂપિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાહની યુએઈમાં રીયલ એસ્ટેટનો બિઝનેસ કરી રહ્યાં છે. તે આરએસજી ઈન્ટરનેશનલ ગ્રુપ ઓફ કમ્પનીઝના ચેરમેન છે. છેલ્લા 10 વર્ષમાં સાહની યુએઈ રેસિડેન્ટ છે. તેમની પાસે 6 રોલ્સ રોયસ કાર છે. આરએસજી ઈન્ટરનેશનલ એક પ્રોપર્ટી મેનેજમેન્ટ એટલે કે રીયલ એસ્ટેટ કંપની છે.
યુએઈમાં શોર્ટ નંબર હોવો તે ધનિકની નિશાની છે. 44 વર્ષમાં બિઝનેસમેન સાહનીનું કહેવું છે કે, 9 તેમના માટે લકી નંબર છે. ડી આલ્ફાબેટનો ચોથા નંબર અને તેમાં 5 નંબર જોડવામાં આવે તો તે 9 બની જાય છે. સાહનીનું એ માનવું છે કે પ્લેટ માટે બિડિંગ વોર ખૂબ ટફ હતું. જોકે તેમણે આ હરાજી જીતવી હતી. બાલવિંદર સાહની એ છેલ્લા 25 મિલિયન દિરહમ( લગભગ 45 કરોડ રૂપિયા)માં 09 નંબરની પ્લેટ ખરીદી હતી.
ખલીજ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, શનિવારે લોકલ રોડસ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ નંબર પ્લેટનું ઓકશનિંગ કરાવ્યું. આ દરમિયાન પ્લેટ D5ને સાહની એ 33 મિલિયન દિરહમ ( લગભગ 60 કરોડ રૂપિયા)માં ખરીદી. સાહનીએ આ સિવાય 1 મિલિયન દિરહમ( લગભગ 18 કરોડ રૂપિયા)માં એક પ્લેટ ખરીદી છે. સાહનીએ કહ્યું હતું કે D5 પ્લેટ માટે કોઈ પણ રકમ આપવા માટે તૈયાર છે. રોડસ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા D5 નંબર પ્લેટની હરાજીમાં ઘણા બિડર સામેલ થયા હતા. આરટીઓએ કુલ 80 નંબર પ્લેટની હરાજી કરી હતી.
દુબઈઃ દુબઈમાં ભારતીય મૂળના એક ઉદ્યોગપતિએ ફક્ત વૈભવી કારના ખાસ નંબર માટે નવ મિલિયન ડોલર એટલે કે આશરે 60 કરોડ રૂપિયાનો તગડો ખર્ચ કર્યો છે. બલવિન્દર સાહની નામના આ પંજાબી ઉદ્યોગપતિએ રોલ્સરોયસ કાર ખરીદી હતી, જેના માટે તેમણે ફક્ત સિંગલ ડિજિટ પાંચ નબર જ જોઈતો હતો. સાહનીએ પોતાની કારને દુબઈની લાઈસેન્સ પ્લેટ D5 માટે આ રકમ આપી છે. સાહનીએ આ નંબર ઓકશન દ્વારા પ્રાપ્ત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -