'ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન ટ્રમ્પ મારા સ્તન દબાવતા રહ્યા', પાંચ મહિલાઓએ ટ્રમ્પ પર લગાવ્યો છેડતીનો આરોપ
રેચલ ક્રૂક્સ નામની અન્ય એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2005માં હું 22 વર્ષની હતી. તે સમયે ટ્રમ્પ ટાવરમાં આવેલી એક રિયલ એસ્ટેટ કંપનીમાં હું રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. ટ્રમ્પે મને લિફ્ટની બહાર પકડી લીધી હતી અને બળજબરીપૂર્વક કિસ કરી લીધી હતી. ત્યારે રેચલે કહ્યું કે, આ એકદમ ખોટું હતું. હું ખૂબ દુખી થઇ.
મિસ અમેરિકાની પૂર્વ સ્પર્ધક તાશા ડિક્સને ખુલાસો કરતા જણાવ્યુ હતું કે, 2001માં મિસ યુએસએની સ્પર્ધાની ડ્રેસ રિહર્સલ દરમિયાન જ્યારે ડ્રેસિંગ રૂમની અંદર તમામ સ્પર્ધકો કપડા બદલી રહ્યા હતા ત્યારે ટ્રમ્પ ત્યાં ઘૂસી આવ્યા હતા. ડિક્સને કહ્યું કે, તેઓ સીધા અંદર આવી ગયા. એટલો પણ સમય ના મળ્યો કે અમે તદન નગ્ન હતા અને તે સમયે હું 18 વર્ષની હતી.
લીડ્સે જણાવ્યું કે હું તે સમયે 38 વર્ષની હતી અને ફ્લાઇટમાં ફર્સ્ટ ક્લાસમાં સફર કરી રહી હતી. હું તે દરમિયાન ન્યૂયોર્ક જઇ રહી હતી. ત્યારે ટ્રમ્પ બાજુની સીટ પર બેઠા હતા. થોડા સમય બાદ તેમણે મારી છેડતી કરવાની શરૂઆત કરી દીધી. ટ્રમ્પ વિમાન યાત્રા દરમિયાન તેના સ્તનને સ્પર્શ કર્યો હતો. ટ્રમ્પ આટલેથી અટક્યા નહોતા મારા સ્કર્ટમાં હાથ નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વર્ષ 2013માં મિસ વોશિંગ્ટન સીરલેસે કહ્યું કે ટ્રમ્પે મારી સાથે ઢોર જેવો વ્યવહાર કર્યો હતો.
ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વધુને વધુ વિવાદમાં ફસાઇ રહ્યા છે. ટ્રમ્પ પર પાંચ મહિલાઓએ છેડતીનો આરોપ લગાવ્યો છે. ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની વાતમાં મેનહટ્ટનની રહેનારી 74 વર્ષીય જેસિકા લીડ્સ નામની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આ 30 વર્ષ અગાઉની ઘટના છે જ્યારે ટ્રમ્પે મને ખરાબ રીતે પકડી લીધી હતી. જોકે, ટ્રમ્પના પબ્લિસિટી ડિવિઝન તરફથી આ મહિલાઓના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને ન્યૂયોર્ક ટાઇમ્સ પર કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.
જોકે, ટ્રમ્પની પબ્લિસિટી ડિવિઝને ન્યૂયોર્ક ટાઇમ્સની રિપોર્ટને પુરી રીતે મનઘડત ગણાવી હતી. ટ્રમ્પના સપોર્ટમાં એક નિવેદન જાહેર કરીને કહ્યુ હતું કે, ન્યૂયોર્ક ટાઇમ્સ પુરી રીતે ટ્રમ્પની વિરોધમાં કેમ્પેઇન ચલાવી રહ્યુ છે.