વિશ્વ યુદ્ધનું તોળાતું જોખમઃ રશિયા અને અમેરિકામાં વચ્ચેના સંબંધો તળિયે પહોંચ્યા, જાણો શું છે કારણ
મોસ્કો: હાલના સમયમાં વિશ્વ એક ખતરનાક સ્થિતિમાં આવી ગયું છે. કારણ કે સીરિયા સંઘર્ષ સમાપ્ત કરવાને લઈને રશિયા અને અમેરિકાની વચ્ચે તણાવ આખરી તબક્કા પર આવી ગયો છે. આમ વિશ્વ યુદ્ધના વધતા જતા સંજોગો અને રશિયા અમેરિકા વચ્ચે સર્જાયેલા જબરજસ્ત તણાવ વચ્ચે રશિયાએ આજે તેના તમામ ઓફિસરોને વિદેશ રહેતા સગા વ્હાલા સાથે રશિયા પરત ફરવા આદેશ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન રશિયાની એક વેબ સાઈટ ZNAK,COMના જણાવ્યા મુજબ વહીવટી ,રિજિયોનલ વહીવટકર્તાઓ,તમામ કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાહેર કોર્પોરેશનના કર્મચારીઓને તાકીદની અસરથી તેમના બાળકોને વિદેશી શૈક્ષણિક સંસ્થામાંથી તાકીદે ઉઠાડી લેવા હુકમો થયા છે આનો ઉલ્લંઘન કરનાર ઓફિસરોના પ્રમોશન રદ થશે તેવી ચીમકી આપી છે.
દરમિયાન રશિયાએ તેના અણુ શાસ્ત્રો પોલેન્ડનીસરહદ તરફ ખસેડ્યા છે જોકે આવા હુકમો પુતિને શા માટે આપ્યા તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ રશિયન પોલિટિકલ એનાલિસ્ટ સ્ટેનિસ્લાવ ડેલકોવસ્કીએ ડેઇલી સ્ટારને એવું જણાવેલ કે કોઈ મોટા યુદ્ધની તૈયારીના ભાગરૂપે આ બધું થઇ રહયું છે.
સિરિયન યુદ્ધમાં રશિયાના ચંચૂપાતથી ગંભીર મતભેદો વચ્ચે પુતિને તેની ફ્રાન્સની મુલાકત રદ કરી છે. રશિયાએ તેના તમામ ઓફિસરોને સગા વ્હાલા સાથે રશિયા ભેગા થઇ જવા આદેશ આપતા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાની વાતોએ જોર પકડ્યું છે.
હાઈ રેન્કિંગ ઓફિસરો અને રાજકીય નેતાઓને રશિયાના રાષ્ટ્રપતિ લાદીમીર પુતિન તરફથી ચેતવણી મળી છે કે તેમના નજીકના પરિવારજનોને રશિયા ભેગા કરી દયે આ અહેવાલો ડેઇલી મેઈલ દ્વારા પ્રસારિત કરાયા છે. રશિયા અમેરિકા વચ્ચે સીરિયાના યુદ્ધ પ્રશ્ને વધતા જતા ટેંશનને લીધે વિશ્વ ખતરનાક તબક્કે ઉભું હોવાની ચીમકી રશિયાના ભૂતપૂર્વ પ્રમુખ મિખાઈલ ગોર્બાચોવે આપી છે.
ઠંડા યુદ્ધ પછી તાજેતરના દિવસોમાં સીરિયા સાથેની મંત્રણામાંથી અમેરિકાએ પાછા હઠી જઈ રશિયા ઉપર ગંભીર આક્ષેપો કરતા રશિયા અને અમેરિકા વચ્ચેના સંબધો તળિયે પહોંચ્યા છે. દરમિયાન રશિયાએ ગયા બુધવારે ઇન્ટરકોન્ટિનેન્ટલ અણુ મિસાઈલના સંખ્યાબંધ ટેસ્ટ હાથ ધર્યા હતા. દરમિયાન અમેરિકી પ્રમુખપદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટને કહ્યું છે કે તેના હજારો અંગત ઈમેલો સાથે ચેડાં કરવામાં રશિયાના સંભવિત હાથ અંગે એફબીઆઈ તપાસ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -