દેવા હેઠળ દબાયેલી પાકિસ્તાન સરકારે 70 કારો વેચી, હવે ભેંસ અને હેલિકૉપ્ટરોનો વારો
પાકિસ્તાનના માહિતી પ્રસારણ મંત્રીએ કહ્યું કે, 70 કારોનો પહેલો લૉટ વેચી દેવામાં આવ્યો છે. આ બધી કારોની માર્કેટમાં ઉંચી કિંમતો મળી છે. આમાં મર્સિડીઝ બેન્ઝઝના ચાર નવા મૉડલ, આઠ બુલેટ પ્રૂફ બીએમડબલ્યૂ, ત્રણ 5000 સીસી એસયુવી અને બે 3000 સીસી એસયુવી સામેલ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાન સરકાર પર દેવું અને લૉનનો મોટો બોઝ છે. વડાપ્રધાનના ખાસ સહાયક નઇમ-ઉલ-હકે કહ્યું કે, સરકાર મંત્રીમંડળના ઉપયોગ માટે રાખવામાં આવેલા ચાર હેલિકૉપ્ટરોની પણ હરાજી કરવાની તૈયારીમાં છે, આ બધાનો ઉપયોગ નથી થઇ રહ્યો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારો માટે માર્કેટમાં ઉંચા ભાવો મળ્યા, હવે વડાપ્રધાન આવાસની આઠ ભેંસોને વેચવાની તૈયારી છે. આ આઠ ભેંસો પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પાળી રાખી હતી.
નવા વડાપ્રધાન ઇમરાન ખાને નવી યોજના અંતર્ગત વડાપ્રધાન આવાસની 102 લક્ઝરી કારોમાંથી 70 કારોને સોમવારે વેચી દીધી છે. આ હરાજીમાં દેશની સરકારને 7,39,11,000.00 પાકિસ્તાની રૂપિયા મળ્યા છે.
ઇસ્લામાબાદઃ રૂપિયાની કમી સામે ઝઝૂમી રહેલી પાકિસ્તાની નવી સરકારે લક્ઝરી કારોથી લઇને ભેંસો સુધીની હરાજી કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -