ઈમરાન ખાને PMOની 7 બીએમડબલ્યુ, 28 મર્સીડિઝ સહિત 70 કાર વેચીને કરી કરોડોની કમાણી, જાણો વિગત
નવી દિલ્હીઃ રૂપિયાની તંગીનો સામનો કરી રહેલ પાકિસ્તાનની નવી સરકાર લક્ઝરી કારથી લઈને ભેંસ સુધીની હજારી કરી રહી છે. નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો ઓછા ખર્ચ કરવાની યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસની 102 લક્ઝરી કારમાંથી 70 કારની સોમવારે હરાજી કરવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર કાર બાદ હવે પ્રધાનમંત્રી આવાસની યોજના આઠ ભેંસ વેચવાની પણ છે. ઇમરાન ખાનના એક નજીકના સહયોગીએ વિતેલા સપ્તાહે કહ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે પ્રધાનમંત્રી આવાસમાં આઠ ભેંસ પાળી હતી. તેની પણ હરાજી કરવામાં આવશે.
આ તમામ કારો પોતાની બજાર કિંમતથી વધારે કિંમતે વેચાઈ હતી. માહિતી અનુસાર આ દરમિયાન કારની સૌથી વધુ બોલી લગાવી તેને પ્રાપ્ત કરનારા વ્યક્તિને તે કારની 10% કિંમત તે સમયે જ ચૂકવવી પડશે. હરાજી માટે રાખેલી આ કારોમાં 8 બીએમડબ્લ્યૂ, 28 મર્સીડીઝ, 40 ટોયોટા કાર, 2 લેન્ડ ક્રૂઝર, 5 મિત્સુબિશી અને 2 જીપ સામેલ છે. ખરેખર તો પાકિસ્તાનની નવી સરકાર ખર્ચ ઘટાડવા માગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -