US: ફ્લોરિડાની સ્કૂલમાં પૂર્વ સ્ટુડન્ટે કર્યું ફાયરિંગ, 17નાં મોત, આરોપીની ધરપકડ
ફાયરિંગની ઘટના બાદ સ્કૂલમાં બહાર નીકળતાં સ્ટુડન્ટ્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્લોરિડાના ગવર્નર રિક સ્કોટે જણાવ્યું કે, તેમણે ફાયરિંગને લઇ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પણ વાતચીત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટના પર પીડિત પરિવારોને સાંત્વના આપી છે.
ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડાની હાઈસ્કૂલમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં 17 બાળકોના મોત થયા છે. આ સ્કૂલ ફ્લોરિડાના પાર્કલેંડ વિસ્તારમાં છે. પોલીસના કહેવા મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિનું નામ નિકોલસ ક્રૂઝ છે. જે આ સ્કૂલનો સ્ટુડન્ટ રહી ચૂક્યો છે.
19 વર્ષીય આરોપી સ્ટુડન્ટ નિકોલસ ક્રૂઝને બ્રોવાર્ડ કન્ટ્રી સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. પોલીસના કહેવા મુજબ આરોપીએ પહેલા સ્કૂલનું ફાયર અલાર્મ વગાડ્યું. ફાયર અલાર્મ વાગતાં જ સ્કૂલમાં અફડાતફડી મચી ગઈ. જે બાદ આરોપીએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા લિંડસે વોલ્ટર્સે જણાવ્યું કે, રાષ્ટ્રપનેએ ફ્લોરિડાની સ્કૂલમાં થયેલા ફાયરિંગ અંગે જાણકારી આપી દેવામાં આવી છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
આરોપી સ્ટુડન્ટે ગુસ્સામા આવીને ફાયરિંગ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડાં દિવસો પહેલા જ તેની કુટેવ અને અયોગ્ય વર્તનના કારણે સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આરોપી સ્ટુડન્ટ સ્કૂલની દરકે ચીજથી સંપૂર્ણ માહિતગાર હતો.
પોલીસે આરોપી સ્ટુડન્ટની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
2013 પછી અમેરિકાની સ્કૂલોમાં ગોળીબારના 291 મામલા નોંધાયા છે. ગત વર્ષે પણ આ પ્રકારની ઘણી ઘટના સામે આવી હતી. જે બાદ દેશમાં હથિયાર રાખવાને લઇ બનેલા કાનૂન પર ફરીથી ચર્ચા શરૂ થઈ શકે છે. અમેરિકામાં દર વર્ષે 33 હજાર લોકો બંદૂક સાથે સંકળાયેલી મોતની ઘટનાનો ભોગ બને છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -