ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદેથી થવું પડી શકે વિદાય, જાણો શું છે કારણ ?
કેસ નોંધાવતી વખતે તેણે કહ્યું, ટ્રમ્પ સાથે આશરે 10 મહિના સુધી સંબંધ હતા. 2006 અને 2007માં બંનેના સંબંધ હતા. તે સમયે ટ્રમ્પની પત્ની મેલેનાએ સૌથી મોટા પુત્રને જન્મ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત મહિને ન્યૂયોર્કના મેગેઝિનને મેટડોગલે કથિત સંબંધનો ખુલાસો કરતી સ્ટોરી પબ્લિશ કરવા કહ્યું હતું. મેગેઝિનના હેડ ટ્રમ્પના ખાસ મિત્ર હોવાથી સ્ટોરી પબ્લિશ થઈ નહોતી.
કેલિફોર્નિયાઃ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના ટ્રમ્પ સાથે અફેરનો ખુલાસો થયા બાદ હવે પ્લેબોય મોડલે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે અફેર હોવાનો નવો ખુલાસો કર્યો છે. આ સંદર્ભમાં તેણે મંગળવારે કેલિફોર્નિયામાં કેસ દાખલ કરાવ્યો હતો. તેણે કહ્યું ટ્રમ્પે આ સંબંધ જાહેર ન કરવા માટે રૂપિયા આપ્યા હતા.
લગ્નેત્તર સંબંધ રાખવા માટે ટ્રમ્પ સામે એક મહિનામાં બીજો કેસ છે. પૂર્વ પ્લેબોય મોડલ કેરન મેટડોગલે લોસ એન્જેલિસ હાઇકોર્ટમાં કેસ દાખલ કરતાં કહ્યું કે, 2016માં સંબંધો અંગે મૌન રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે 15 લાખ ડોલર આપ્યા હતા.
આ ઉપરાંત તેણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે તેની સાથે દગો કરીને એગ્રીમેન્ટ પર સાઇન કરાવી હતી. જેથી એગ્રીમેન્ટને ગેરલાયક ઠરાવવામાં આવે તેવી કોર્ટને અપીલ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -