ટોયલેટમાં લગાવવામાં આવ્યા ગુપ્ત કેમેરા, કારણ જાણીને ચોંકી જશો તમે
નવા નવા પેપર રોલ મિનિટોમાં ગાયબ થઈ જવાથી પબ્લિક ટોયલેટ મેનેજમેન્ટ પર નાણાંકીય બોજ વધી રહ્યો છે. ટોયલેટમાં કેમેરો લગાવવાના નિર્ણયની ટીકા પણ થઈ રહી છે અને લોકોનું કહેવું છે કે, તેની જગ્યાએ અન્ય રીત પર ધ્યાન આપવું જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ એવું જોવા મળ્યું છે કે, મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરમાં ઉપયોગમાં લેવાતા પબ્લિક ટોયલેટ્સથી પેપર રોલની ચોરી કરી રહ્યા છે. મીડિયાએ જ્યારે તેની તપાસ કરી તો ચોંકાવનારા સત્ય સામે આવ્યા કે મોટેભાગે આ કામ સીનિયર સિટિઝન કરી રહ્યા છે.
કેમેરા સાથે અટેચ મશીન તે યૂઝરના ચહેરાને સેવ કરી લેશે અને પેપર મશીનને કમાન્ડ આપશે કે પેપર રિલીઝ કરે. જો તે વ્યક્તિ ફરીથી પેપર લેવાનો પ્રયત્ન કરશે તો મશીનમાંથી પેપર નહીં નીકળે. ચેહરો સેવ કરવામાં માત્ર ત્રણ સેકન્ડનો સમય લાગતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ કેમેરો યૂઝર ફ્રેન્ડલી છે. ચીનની રાજધાની બીજિંગની સૌથી વ્યસ્ત ટૂરિસ્ટ સાઈટ ટેમ્પલ ઓફ હેવનના ટોયલેટમાં ગુપ્ત કેમેરા લગાવવામાં આવ્યા છે. અહીં ટોયલેટમાં એવી વ્યવસ્થા કરવામાં આવી થે કે જો કોઈ વ્યક્તિને ટિશ્યૂ અથવા ટોયલેટ પેપર જોઈએ તો તેણે કેમેરે સામેથી પસાર થવું જ પડશે.
બીજિંગઃ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ટિશ્યૂ અને ટોયલેટ પેપર ચોરવામાં આવતા ન હોય. તેને રોકવા માટે ચીનના એક ટૂરિસ્ટ પ્લેસ પર ટોયલેટમાં જ ગુપ્ત કેમેરો ગોઠવવામાં આવ્યો છે. ટોયલેટ પેપરની ચોરી રોકવા માટે લગાવવામાં આવેલ આ ગુપ્ત કેમેરો સેન્સરવાળો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -