આ અભિનેત્રીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ પર લગાવ્યો જાતિય શોષણનો આરોપ, જાણો વિગત
૩૪ વર્ષીય એક્ટ્રેસે મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને આ ઘટના વિશે વિસ્તારથી જણાવ્યું હતું. લિન્ડાએ કહ્યું હતું કે એક ફોટોમાં પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને ૯૩ વર્ષીય બુશ સાથે જોઈને તે પરેશાન થઈ ગઈ હતી. લિન્ડાએ કહ્યું હતું, ‘પરેશાનીની વાત એ હતી કે હું પૂર્વ રાષ્ટ્રપતિઓને અપાતા સન્માન વિશે જાણું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોટોમાં દેખાતા અનેક લોકો પર મને ગર્વ છે પણ ચાર વર્ષ અગાઉ જ્યારે એક ઐતિહાસિક ટેલિવિઝન શોને પ્રમોટ કરતા મને બુશ સાથે મુલાકાતનો મોકો મળ્યો તો આવા જ એક ફોટો માટે પોઝ આપતી વખતે મારૂં જાતિય શોષણ કરવામાં આવ્યું હતું. તેમણે મારી સાથે હાથ ન મિલાવ્યો. વ્હીલચેર પર બેસીને તેમણે મને પાછળથી સ્પર્શ કર્યો હતો. તેમના પત્ની બાર્બરા પણ બાજુમાં હતા. તેમણે મને એક ગંદો જોક પણ સંભળાવ્યો હતો. ફોટોગ્રાફી વખતે ફરીથી મને સ્પર્શ કર્યો હતો. એ સમયે બાર્બરાએ પણ આંખના ઈશારાથી ‘હવે નહીં’ એવો સંકેત તેમને આપ્યો હતો.’
ન્યૂયોર્ક: અભિનેત્રી હીદર લિંડે કહ્યું કે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે એક ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન તેની વ્હીલચેર પર બેઠા બેઠા જ તેને અયોગ્ય રીતે સ્પર્શ કરીને ગંદી વાતો કરી. એનવાયડેલીન્યૂઝ ડોટ કોમ અનુસાર લિંડે મંગળવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આરોપ અંગે વિસ્તારથી લખ્યું છે. તેણે કહ્યું કે, બુશની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની તસવીર જોઈને ખૂબ જ પરેશાન હતી.
જોકે આ આરોપ સામે આવ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ તરફથી તેમના પ્રવક્તાએ કહ્યું હતું કે બુશ માત્ર રમૂજ માટે એવું કરી રહ્યા હતા, તેમનો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેમણે કહ્યું હતું કે જો લિન્ડાને તેનાથી પરેશાની થઈ હોય તો તેઓ (બુશ) માફી માગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -