અમેરિકામાં કોલ સેન્ટર કૌભાંડમાં પટેલ યુવક દોષિત, પહેલાં પટેલ-ચૌધરી ઠર્યા છે દોષિત, જાણો વિગત
ન્યૂયોર્કઃ અમેરિકામાં કોલ સેન્ટર કૌભાંડમાં વધુ એક ભારતીય દોષિત સાબિત થયો છે. આ કેસમાં આ પહેલા પણ બે ભારતીય દોષિત સાબિત થયા હતા. અમેરિકામાં 28 વર્ષનો હર્ષ પટેલ નામનો યુવક કોલ સેન્ટર કૌભાંડમાં દોષિત સાબિત થયો છે. આ યુવકોએ ભારતમાં કોલ સેન્ટર મારફતે અમેરિકામાં રહેતા લોકોને નકલી ટેક્સ અને ઈમીગ્રેશન અધિકારી તરીકેની ઓળખ આપીને કૌભાંડ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહર્ષ પટેલ હાલમાં જ ન્યૂ જર્સીમાં રહેવા આવ્યો હતો. આ કૌભાંડમાં દોષિત સાબિત થયેલ હર્ષ ત્રીજો વ્યક્તિ છે. આ કૌભાંડમાં અમેરિકાના હજારો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ હર્ષ પટેલ ઉપરાંત 50 અન્ય વ્યક્તિ અને ભારતમાં આવેલ પાંચ કોલ સેન્ટર વિરૂદ્ધ આ કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે.
ટેક્સાસની સાઉથર્ન ડિસ્ટ્રીક કોર્ટના જજ ડેવિડ હિટનરે હર્ષ પટેલ દોષિત ઠેરવ્યો હતો. આ મામલે હવે 7 ઓગસ્ટ, 2017ના રોજ હર્ષ પટેલને સજા સંભળાવવામાં આવશે.
આ પહેલા 28 વર્ષીય અશ્વિનભાઈ ચૌધરીએ કોલ સેન્ટર કૌભાંડમાં પોતાનો ગુનો કબુલ કર્યો હતો. તેણે ભારતી સ્થિત કોલ સેન્ટર દ્વારા ટેલીફોનના માધ્યમથી છેતરપિંડી અને મની લોન્ડરિંગ સ્કીમના કેસમાં છેતરપિંડી કરવાનો ગુનો કબુલ્યો હતો. કોલ સેન્ટર કૌભાંડમાં અશ્વિનભાઈ ચૌધરી પહેલા ભરત કુમાર પટેલ (43 વર્ષ) નામના ભારતીય યુવકે આ કેસમાં પોતાનો ગુનો કબુલ કર્યો હતો.
આ કેસમાં દાખલ અરજી અનુસાર એપ્રિલ 2014થી અત્યાર સુધી ચૌધરીએ ઈલિનોઈસ, જ્યોર્જિયા, નેવાડા, ટેક્સાસ અને દેશભરમાં આ ગ્રુપના સભ્ય તરીકે કામ કરતા હતા. તેઓ અમેરિકા અને ભારતમાં આવેલ તેમના સાગરીતોને ઈમેલ દ્વારા મળતા નિર્દેશો અનુસાર દેશમાં ફરીને ડેટા એકઠો કરતા હતા અને તે તમામ વિગોત ભારતમાં મોકલવામાં આવતી હતી. હર્ષ પટેલ પણ આ જ રીતે અમેરિકાના નાગરીકોનો ડેટા એકત્ર કરીને તેના આધારે નકલી ઈમીગ્રેશન અને ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસના અધિકારીની ઓળખ આપીને છેતરપિંડી કરતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -