અમેરિકામાં પટેલ યુવકની ગોળી મારીને હત્યાઃ પત્નિ, ટ્વિન દીકરા બન્યા અનાથ
રાજ પટેલની વય 35 વર્ષ હતી. રાજ પટેલના પરિવારમાં પત્નિ અને ટ્વિન દીકરા છે. રાજ પટેલ વિશે વધારે માહિતી મળી નથી. ગુજરાતમાં તેમના પરિવારનાં લોકો રહે છે કે કેમ તે અંગે તપાસ કરાઈ રહી છે. આ માહિતી મળ્યા પછી તેમના પરિવારજનોને જાણ કરાશે અને અંતિમક્રિયા કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસપાસ દૂકાન ધરાવતા વેપારીઓના જણાવ્યા અનુસાર એક મહિના પહેલા જ આ દુકાનમાં લૂંટની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારની મોટાભાગની દુકાનો બંધ હતી અને કોઇપણ જાનહાનિની ઘટના બની નથી. પોલીસે હુમલાખોરની ઓળખ માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ચેમ્બરલીન ફાર્મ શોપીંગ સેન્ટમાં બની હતી. પોલીસે રાજુભાઈને હોસ્પિટલમાં ખસેડ્યા હતા પણ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સાક્ષીઓના જણાવ્યા અનુસાર માસ્ક પહેરેલી એક વ્યક્તિ સ્ટોરમાં પ્રવેશી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરવા માટે વિડીયો ફૂટેજ કબજે કર્યા છે.
રાજુભાઈ ઉર્ફે રાજ પટેલ ટોબેકો ટાઉન કન્વેનિયન્સ સ્ટોરમાં કામ કરતો હતો. રાજ પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસને શુક્રવારે રાત્રે 10 વાગ્યે 911 કોલ દ્વારા ગોળીબારની ઘટનાની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સાઈડવોક પર રાજ પટેલ મૃત હાલતમાં મળ્યો હતો.
હેનરિકો કાઉન્ટીઃ અમેરીકાના વર્જીનીઆ સ્ટેટમાં શુક્રવારે રાત્રે એક ગુજરાતી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતાં અમેરિકામાં રહેતા ગુજરાતીઓ ફફડી ગયા છે. હેનરિકો કાઉન્ટીમાં વિલકિન્સન રોડ પર આવેલા ટોબેકો ટાઉન કન્વેનિયન્સ સ્ટોરમાં આ ઘટના બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -