વિશ્વ પ્રવાસે નીકળી હતી કેનેડિયન યુવતીઓ, પણ આ સચ્ચાઇ બહાર આવતા ચોંકી પોલીસ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યુવતીઓની સાથે શીપ પર કેનેડાની 63 વર્ષીય વૃદ્ધ આંદ્રે પણ પ્રવાસમાં હતી. વાસ્તવમાં આ ત્રણેય જણા દુનિયાના પ્રવાસની સાથે સાથે એક ખતરનાક કામને પણ અંજામ આપી રહ્યા હતા.
એક રિપોર્ટ પ્રમાણે, આ શીપ જ્યારે ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યુ ત્યારે ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે તેમની કેબિનની તપાસ કરી હતી અને તેમાંથી બે સૂટકેસ મળી આવી હતી જેમાં 94 કીલો કોકેઇન ભર્યું હતું, જેની બજાર કિંમત 23.2 મિલિયન ડોલર એટલે કે 155.41 કરોડ રૂપિયા થાય છે.
ન્યૂયોર્કઃ કેનેડામાં રહેતી મલીના રોબર્ઝ અને ઇઝબેલ લેગેસી બે મહિના અગાઉ એક લક્ઝરી ક્રૂઝ શીપ સી પ્રિન્સેસ પર સવાર થઇને વિશ્વના પ્રવાસ પર નીકળી હતી. આ પ્રવાસ 68 દિવસનો હતો. જોકે, હાલમાં આ બંન્ને સુંદર યુવતીઓ ડ્રગની હેરાફેરીના કેસમાં ઓસ્ટ્રેલિયામાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.
સિડની મોનિંગ હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયન બોર્ડર ક્રોસના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ ત્રણેય જણા એક ઓર્ગેનાઇઝ્ડ સિંડિકેટની સાથે કામ કરી રહી છે.
વાસ્તવમાં આ બંન્ને યુવતીઓ વિશ્વના પ્રવાસ પર નીકળી હતી. બંન્ને જ્યાં પણ જાય ત્યાંની સુંદર તસવીરો ક્લિક કરી પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -