✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈમરાન ખાને વડાપ્રધાન બન્યા પહેલાં જ કાશ્મીર મુદ્દે ભારત સામે ઓક્યું ઝેર, જાણો કર્યા કેવા ગંભીર આક્ષેપ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2018 11:03 AM (IST)
1

ઇમરાન ખાને કહ્યુ કે, હું વડાપ્રધાન હાઉસમાં રહીશ નહી. ગર્વનર હાઉસને હોટલ બનાવીશું. પ્રજાના ટેક્સના પૈસાને યોગ્ય રીતે વાપરવામાં આવશે. સરકારી ખર્ચ ઓછા કરાશે. એક નવું ટેક્સ કલ્ચર લાવવામાં આવશે. નોકરીઓ પેદા કરવા પર જોર અપાશે. એન્ટી કરપ્શનને મજબૂત કરાશે. એફબીઆઇ એજન્સીને તૈયાર કરીશું.

2

વધુમાં ઇમરાન ખાને કહ્યું કે, ચીન અમારા માટે એક મોટું ઉદાહરણ છે. છેલ્લા 30 વર્ષોમાં ચીનમાં 70 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા હતા. અમે દેશના ખેડૂતો, ગરીબ લોકો માટે કામ કરીશું. અમે ગરીબ લોકો માટે નીતિઓ બનાવીશું.

3

પીટીઆઇના પ્રમુખ ઇમરાન ખાને કહ્યું કે, હું દેશ માટે રાજનીતિમાં આવ્યો છું. હવે જઇને મને પાકિસ્તાની સેવાની તક મળી છે. પાકિસ્તાનને કરવામાં આવેલા વચનો હું નિભાવીશ. અમારી નીતિઓ નબળા લોકો માટે હશે. અમે મજૂરો અને ગરીબોની ચિંતા કરીશું. ગરીબી એક મોટી ચેલેન્જ છે અને અમે તેના વિરુદ્ધમાં લડીશું.

4

તે સિવાય ઇમરાન ખાને કહ્યું હતું કે, હું અલ્લાહનો શુક્રગુજાર છું કે, 22 વર્ષોની મહેનત બાદ મારી દુઆનોનો જવાબ આપ્યો છે. હવે મારા સપનાને સાકાર કરવા અને સેવા કરવાની તક મળશે. અમે પાકિસ્તાનમાં લોકતંત્રને મજબૂત થતા જોઇ રહ્યા છીએ. અનેક આતંકી હુમલાઓ છતાં સારી રીતે ચૂંટણી યોજવામાં આવી છે. આ માટે હું સુરક્ષાદળોનો પણ આભારી છું.

5

નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાન પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનશે. પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. તેને 272 બેઠકોમાંથી 119 બેઠકો મેળવી છે. શાનદાર જીત મેળવ્યા બાદ ઇમરાન ખાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઇમરાને આ સાથે કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું.ઇમરાન ખાને કહ્યું કે, ભારતીય સૈન્ય કાશ્મીરમાં માનવઅધિકારોનો ઉલ્લંઘન કરી રહ્યું છે.

6

સાથે ઇમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાન હિન્દુસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે. બંન્ને દેશોએ વાતચીતથી તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઇએ. પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા માટે તૈયાર છે. જો ભારત સરકાર એક ડગલુ આગળ વધશે તો પાકિસ્તાન બે ડગલુ આગળ વધારશે. હિન્દુસ્તાની મીડિયાએ મને બોલિવૂડ ફિલ્મનો વિલન બનાવી દીધો છે.

  • હોમ
  • દુનિયા
  • ઈમરાન ખાને વડાપ્રધાન બન્યા પહેલાં જ કાશ્મીર મુદ્દે ભારત સામે ઓક્યું ઝેર, જાણો કર્યા કેવા ગંભીર આક્ષેપ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.