મોદી-શીની મુલાકાત બાદ સીમા પર તનાવ ઓછો કરવા પહેલ, ભારત-ચીનની મિલિટ્રી વચ્ચે બનશે હોટલાઇન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના ગયા અઠવાડિયાના મધ્ય ચીની શહેર વુહાનમાં અનૌપચારિક શિખર વાર્તાનો જમીની સ્તર પર અસર દેખાવવા લાગ્યો છે. આ કડીમાં ભારત અને ચીનની સેનાએ એક મેના રોજ બોર્ડર પર પર્સનલ મીટિંગ (બીપીએમ) કરી. બન્ને નેતાઓની મુલાકાત બાદ સેનાઓની વચ્ચે આ પહેલી બેઠક છે. આ પહેલા પીએમ મોદી અને જિનપિંગે મુલાકાત દરમિયાન સુરક્ષા સંબંધી મુદ્દાઓ પર બન્ને દેશોની વચ્ચે રણનીતિક સંચારને મજબૂત કરવા પર સહમતિ દર્શાવી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મોદી-જિનપિંગે પોતાની સેનાઓનો ભરોસો વધારવાવાળા ઉપાયો કરવા માટે કહ્યું હતું. તેમાં સીમા પર ઘટનાઓને રોકવા માટે બરાબરીની સુરક્ષા, પ્રવર્તમાન માળખાકીય સંબંધો મજબૂત કરવા, માહિતીઓ શેક કરવાની વાત કહેવામાં આવી હતી.
ગયા વર્ષે 16 જૂનના રોજ ભારત-ચીન વચ્ચે ડોકલામ મુદ્દે તણાવ થઇ ગયો હતો. તેમાં ભારતીય સેનાએ ચીન આર્મીના વિવાદિત વિસ્તાર (ભારત, ચીન અને ભૂટાનના ટ્રાઇજંક્શન)માં સડક બનાવવાથી અટકાવી દીધા હતા. 73 દિવસ ચાલેલો વિવાદ 28 ઓગસ્ટ, 2017ના રોજ ખતમ થયો હતો.
ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે, બંને દેશોના મિલિટ્રી હેડક્વાર્ટરમાં હોટલાઇન લગાવવામાં આવશે. ભારત અને ચીનના નેતાઓ વચ્ચે તેને લઇને સંમતિ સધાઇ છે.
ભારત-ચીનની વચ્ચે 3488 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલસી) છે. હોટલાઇન બનાવવાથી બંને સેનાઓની વચ્ચે વાત થઇ શકશે, જેનાથી પેટ્રોલિંગ દરમિયાન તણાવ નહીં થાય.
બન્ને દેશોની સેનાઓ વચ્ચે હૉટલાઇન સ્થાપિત કરવા પર લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. તાજેતરમાંજ વુહાનમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની વચ્ચે અનૌપચારિક વાતચીત બાદ આનો રસ્તો નીકળ્યો છે.