'ઓછા કપડામાં' દેખાઇ WWE મહિલા રેસલર, તો સાઉદી અરબમાં થઇ ગયો હંગામો, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સાઉદી અરબમાં 35 વર્ષના બેન બાદ પહેલીવાર સિનેમા હૉલ ખોલવામાં આવ્યો. પહેલી સ્ક્રીનિંગ પ્રાઇવેટ રીતે થઇ, જ્યાં માત્ર ઇન્વિટેશનના આધારે લોકોને બોલાવવામાં આવ્યા હતા. સાઉદી અરબનો સમાજ કેટલાય નિયમો બદલી રહ્યો છે, પણ કેટલાય પ્રતિબંધો હજુ પણ યથાવત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, સાઉદી અરબમાં પહેલા મહિલાઓને રેસલિંગ મેચ જોવાની પણ પરવાનગી ન હતી. તાજેતરમાં જ મહિલાઓને પહેલીવાર મેચમાં દર્શક તરીકે સામેલ થવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
ઓથોરિટીએ કોઇપણ પ્રકારના પ્રમૉશનલ ફૂટેજના પ્રસારણ પર પણ રોક લગાવી દીધી છે જેમાં મહિલા 'આપત્તિજનક રીતે' દેખાય.
નિવેદન અનુસાર, ઓથોરિટીએ આ સુનિશ્ચિત કર્યું છે કે, કોઇપણ ભાગમાં મહિલા રેસલરને નહીં બતાવવાં આવે.
સાઉદી અરબના જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટીના એક નિવેદમાં કહેવામાં આવ્યું કે તે કૉમ્યુનિટી વેલ્યૂના વિરુદ્ધ જનારી કોઇપણ ચીજને હટાવવાને લઇને પ્રતિબદ્ધ છે.
'ગ્રેટેસ્ટ રૉયલ રમ્બલ' કાર્યક્રમના પ્રમોશનલ ફૂટેજમાં મહિલા રેસલરને બતાવવામાં આવી તો સરકારી ટીવી ચેનલે બ્રૉડકાસ્ટ રોકી દીધું. પણ મેચની નજીક રહેલી મોટી સ્ક્રીન પર આને બતાવવામાં આવ્યું.
WWE મેચ દરમિયાન દર્શક તરીકે મહિલા અને પુરુષ બન્ને આવ્યા હતા, પણ ફાઇટમાં કોઇપણ મહિલા રેસલરને ભાગ લેવાની પરવાનગી ન હતી.
નવી દિલ્હીઃ ડબલ્યૂ ડબલ્યૂ ઇના પ્રસારણ દરમિયાન મહિલા રેસલરના 'ઓછા કપડાંમાં' દેખાવવના કારણે સાઉદી અરબમાં હંગામો થઇ ગયો, મામલામાં સ્પોર્ટ્સ ઓથોરિટીને માફી માંગવી પડી છે. સાઉદી અરબના જેહાદમાં WWEની મેચ થઇ રહી હતી, ત્યારે ટીવી સ્ક્રીન પર કેટલીક લેડી રેસલર દેખાઇ જે કેટલાક લોકોને આપત્તિજનક લગી. જેના કારણે સાઉદી અરબમાં હંગામો થઇ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -