Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનમાં નહીં રજૂ થાય પેડમેન, જાણો ફેડરલ સેન્સર બોર્ડે શું આપ્યું કારણ
અક્ષય કુમાર અને રાધિકા આપ્ટેની જોડી આ ફિલ્મમાં છે, જેમાં મહિલાઓના પીરિયડ્સ સંલગ્ન અનેક વાત જણાવવામાં આવી છે. આ અંગે જે ખોટી વાતો પ્રચલિત છે, તેને દૂર કરવાના પણ પ્રયાસ કરાયાં છે. ફિલ્મ રિયલ લાઈફ સ્ટોરી પર બેઝ્ડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશાકની વિરૂદ્ધ પાકિસ્તાનના જાણીત ફિલ્મ મેકર સૈયદ નૂરનું વલણ નરમ છે. તેઓએ કહ્યું કે, કોઈપણ નિર્ણય લેતાં પહેલાં આ અંગે લોકલ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સ સાથે વાત કરવી જરૂરી છે. માત્ર પેડમેન જ કેમ? મને લાગે છે કે પદ્માવતને પણ પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરવી જરૂરી હતી. આ ફિલ્મમાં પણ મુસ્લિમોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.
ઈશાકે વધુમાં કહ્યું કે, આ ટેબૂ સબ્જેક્ટ પર બનાવવામાં આવેલી ફિલ્મ છે. અમારૂ કલ્ચર, સોસાયટી અને ત્યાં સુધી કે અમારા ધર્મમાં પણ આ પ્રકારની વાતો માટે જગ્યા નથી.
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં પાકિસ્તાન સેન્સર બોર્ડના મેમ્બર ઈશાક અહેમદે કહ્યું કે, પાકિસ્તાનમાં આ પ્રકારની ફિલ્મો રજૂ કરવાની મંજૂરી ન આપી શકાય. આ ફિલ્મ અમારી પરંપરાઓ અને સંસ્કૃતિની વિરૂદ્ધમાં છે. અમે અમારા ડિસ્ટ્રીબ્યૂટર્સને એવું કઈ રીતે કહી શકીએ કે તમે આ ફિલ્મ ઈમ્પોર્ટ કરી લો.
કરાંચીઃ અક્ષય કુમારની ફિલ્મ પેડમેન પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. ત્યાંના ફેડરલ સેન્સર બોર્ડ એટલે કે FCBએ આ ફિલ્મ પર પ્રતિબંધ કરવાનો ફેંસલો કર્યો છે. બોર્ડના મેમ્બર ઈશાક અહેમદે કહ્યું કે, અમે અમારા ડિસ્ટ્રીબ્યૂટર્સને આ પ્રકારની મૂવીને ઈમ્પોર્ટ કરવાની મંજૂરી ન આપી શકીએ. આ ફિલ્મ અમારા ટ્રેડિશન અને કલ્ચરની વિરૂદ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -