Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અબુ ધાબી: મોદીએ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો
અબુ ધાબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પ્રોજેક્ટનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો હતો. જે બાદ તેઓ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, અબુ ધાબીમાં સેતુ રૂપ હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ માનવ પાર્ટનરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ મંદિર ખૂબ ભવ્ય હશે. આ માટે હું યુએઈના પ્રિન્સનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન મોદી શનિવારે પેલેસ્ટાઇન પ્રવાસ પૂરો કરી સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા. પીએમે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દના ઉપકમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયલ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે 5 એમઓયુ પણ થયા હતા.
યુએઈ દ્વારા ભારતમાં આશરે 8 અબજ ડોલરનું એફડીઆઈ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન ભારત-યુએઇ કારોબાર આશરે 32 અબજ ડોલરનો હતો.
મોદીનો આ બીજો યુએઈ પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015માં યુએઇ મુલાકાતે ગયા હતા. 34 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાનનો તે પ્રથમ યુએઈ પ્રવાસ હતો. અહીંયા આશરે 30 લાખ ભારતીય પ્રવાસીઓ રહે છે.
યુએઇ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 55,000 વર્ગ મીટર જમીન આપી હતી. મોદી 2015માં યુએઈ મુલાકાતે ગયા ત્યારે આ મંદિર બનાવવાની જાહેરાત થઈ હતી. અલ વાકબા નામની જગ્યા પર આ મંદિરનું નિર્માણ થશે. જે અબુ ધાબીથી 30 મિનિટના અંતરે છે. મંદિર બનાવવાનું અભિયાન ચલાવનારા બીઆર શેટ્ટી અબુ ધાબીના જાણીતા ભારતીય કારોબારી છે. તેઓ યુએઇ એક્સચેન્જ નામની કંપનીના એમડી અને સીઈઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -