Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સિંગાપોરમાં ભારતીય યુવતી અન્ય યુવક સાથે મનાવતી હતી રંગરેલિયાં ને આવી ગયો પતિ, જાણો પછી શું થયું?
નવી દિલ્હીઃ સિંગાપોરમાં એક ભારતીય યુવકે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે રંગેહાથ ઝડપી લીધી હતી. બાદમાં યુવકે પોતાની પત્ની પર છરી વડે હુમલો કરી દીધો હતો. એક રિપોર્ટ પ્રમાણે, સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના 29 વર્ષીય જયસેલન એન ચંદ્રશેખરે પોતાની પત્ની 26 વર્ષીય મયુરી કુષ્ણાકુમારને અન્ય યુવક સાથે જોઇ જતાં ગુસ્સે ભરાયો હતો અને છરી વડે તેના પર હુમલો કરી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્ની અલગ રહેતી હોવાથી માનસિક રીતે અસ્વથ્ય થઇ ગયેલા જયસેલનને મેન્ટલ ટ્રીટમેન્ટ અપાશે તથા ૧૫ જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર કરાશે. જો તેના ઉપરના આરોપો પૂરવાર થાય તો તેને ૧૫ વર્ષની જેલસજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
એક રિપોર્ટ પ્રમાણે, જયસેલનની પત્ની તેનાથી જુદી રહેતી હતી. તેને કોઇ અન્ય સાથે જોઇ જતાં તેના પતિએ તેના પર હુમલો કર્યો હતો. મયુરીને પેટ ઉપર બે તથા પીઠની નીચેના અકિલા ભાગમાં છરીના બે ઘા માર્યા હતા.
મયુરીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે જયસેલને પોતાની પત્ની પર હુમલો કર્યો હોવાની કોર્ટમાં કબૂલાત કરી હતી. ૩૦ ડિસેંમ્બરના રોજ સિંગાપોરમાં પત્નીને છરી મારવા બદલ ભારતીય મૂળના ૨૯ વર્ષીય જયસેલન એન ચંદ્રશેખરની ધરપકડ થઇ હતી. તેની પત્ની ૨૬ વર્ષીય મયુરી કૃષ્ણાકુમારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -