હરિયાણાની માનુષી બની સાતમી ભારતીય વિશ્વસુંદરી, અગાઉની 5 મિસ વર્લ્ડ અને 1 મિસ યુનિવર્સ કોણ ?
સુષ્મિતા સેન બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન 1994માં ફિલિપિન્સમાં યોજાયેલી મિસ યુનિવર્સ સ્પર્ધામાં વિજેતા બની હતી. તે ફક્ત 19 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ બની હતી. સુષ્મિતાનો જન્મ-19મી નવેમ્બરે, 1975ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયો હતો. સુષ્મિતાના પિતા એરફોર્સના અધિકારી હતા અને માતા શુભ્રા સેન એક સારા જવેલરી ડિઝાઈનર હતાં. સુષ્મિતાને એક ભાઈ રાજીવ અને બહેન નિલમ છે. આ ઉપરાંત સુષ્મિતા સીંગલ મધર તરીકે પણ જાણીતી છે. તેણે દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જયુબિલી ઈન્સ્ટિટયૂટમાંથી શાળાનું શિક્ષણ લીધુ હતું.
પ્રિયંકા ચોપરા બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા વર્ષ ૨૦૦૦માં વિશ્વસુંદરી બની હતી. આજે તે બોલિવૂડ જ નહીં પણ હોલિવૂડમાં કારકિર્દી બનાવી ચૂકી છે.
યુક્તા મુખી યુક્તા મુખી ચોથી ભારતીય સુંદરી હતી કે જેનાં શિરે આ વિશ્વખિતાબ મુકાયો હતો. યુક્તા મુખીએ પણ બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી. જોકે તેને કોઇ ખાસ સફળતા મળી શકી નથી.
ડાયના હેડન ઐશ્વર્યા પછી ૧૯૯૭માં ડાયનાએ આ સ્પર્ધા જીતી હતી. અન્ય સુંદરીઓની જેમ ડાયનાએ પણ બોલિવૂડમાં કારકિર્દિનો પ્રારંભ કર્યો હતો. અત્યારે તે જાણીતી અભિનેત્રી બની ગઈ છે.
ઐશ્વર્યા રાય બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને ૧૯૯૪માં મિસ વર્લ્ડ સ્પર્ધા જીતીને બોલિવૂડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. જોકે, દિકરીના લગ્ન બાદ ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાય સમયથી ફિલ્મોથી દૂર છે. ઐશ્વર્યાએ સૌંદર્યને યથાવત જાળવ્યું છે.
રિતા ફારિયા ભારતની રિતા ફારિયાએ ૧૯૬૬માં મિસ વર્લ્ડ ખિતાબ જીત્યો હતો. મિસ વર્લ્ડ બનનારી તે પ્રથમ મિસ ઇન્ડિયા હતી.
માનુષી છિલ્લર અગાઉ ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા અને ડાયના હેડન, યુક્તા મુખી, રિતા ફારિયા મિસ વર્લ્ડ બની ચૂકી છે. ૧૯૫૧થી દર વર્ષે મિસ વર્લ્ડનું આયોજન થાય છે.
માનુષીને પેરાગ્લાઈડિંગ, બંજી જમ્પિંગ, અને સ્કૂબા ડાઈવિંગ જેવા સ્પોર્ટ્સ પસંદ છે. તે પ્રશિક્ષિત ક્લાસિક ડાન્સર પણ છે. મિસ વર્લ્ડ સ્પર્ધામાં જતા પહેલા તેમણે પીરિયડ્સ દરમિયાન હાઈજિન સંબંધિત એક અભિયાનમાં લગભગ પાંચ હજાર મહિલાઓને જાગરૂત કરી છે.
માનુષી છિલ્લરનો જન્મ હરિયાણામાં થયો હતો. તે સોનીપતની ભગત ફૂલ સિંગ સરકારી મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કરી રહી છે અને કાર્ડિયાક સર્જન બનવા માંગે છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં કોર્સ કરી ચૂકેલી માનુષી એક તાલીમબદ્ધ કૂચીપુડી નૃત્યાંગના પણ છે. તેમના પિતા ડો.મિત્રા બાસુ છિલ્લર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનમાં વિજ્ઞાની છે. જ્યારે માતા નીલમ છિલ્લર એસોસિએટ પ્રોફેસર છે.
ચીનઃ 17 વર્ષ બાદ ભારતીય સુંદરીએ મિસ વર્લ્ડનો તાજ મેળવ્યો હતો. ચીનમાં યોજાયેલી આ સ્પર્ધામાં હરિયાણામાં જન્મેલી અને દિલ્હીમાં અભ્યાસ કરી રહેલી 20 વર્ષની માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. 118 દેશોની સુંદરીઓને હરાવનારી માનુષી મેડિકલની વિદ્યાર્થિની છે. સ્પર્ધામાં બીજા સ્થાને મિસ મેક્સિકો અને ત્રીજા નંબરે મિસ ઈંગ્લેન્ડ રહી હતી. ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરાથી લઈ ડાયના હેડન સુધી અત્યાર સુધીમાં ભારતની છ સુંદરીઓ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચુકી છે જ્યારે માનુષી દુનિયાની 67મી વિશ્વ સુંદરી છે.