ઈરાકમાં આત્મઘાતી હુમલામાં સાત ઈરાનીઓ સહિત 74 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Sep 2017 09:57 AM (IST)
1
શિયા બહુલ ધીકાર પ્રાંતના ઉપ આરોગ્ય પ્રમુખ અબ્દુલ હુસૈન અલ જબરીએ જણાવ્યું કે, હુમલામાં મરનારની સંખ્યા હવે 74 થઈ ગઈ છે. અને 93 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેના પહેલા 52 લોકોના મોત અને 91 લોકો ઘાયલ થયાની ખબર હતી.
2
નાસીરિયા: ઈરાકમાં દક્ષિણ ક્ષેત્રમાં નાસીરિયા શહેર નજીક બંદૂકધારિઓની ગોળીબારી અને આત્મઘાતી કાર બોમ હુમલામાં સાત ઈરાનિઓ સહિત લગભગ 74 લોકોના મોત થઈ ગયા છે. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે.