મોદી સામે ભારતીય રાષ્ટ્રગીત ગાનારી લિયોરા છે મૂળ ભારતીય પણ ઈઝરાયલમાં છે સ્ટાર, જાણો વિગત
2016માં પોતાના એક વીડિયો ‘માલા માલા’ બાદ ઈઝરાયલી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તેની ખાસ જગ્યા બની ગઈ. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસમાં રાષ્ટ્રગાન ગાઈને ત લિયોરા ફરી એકવાર બોલિવૂડમાં પુનરાગમન કરવા માગે છે. આ અગાઉ 2015માં તેને ઈઝરાયલી રાષ્ટ્રપતિ દ્વારા ભારતના રાષ્ટ્રપતિના સ્વાગતમાં આયોજિત કરાયેલા ડિનર પ્રસંગે ગીત ગાવા માટે પસંદ કરાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા સાથે વાત કરતા લિયોરાએ કહ્યું કે, ‘હું 23 વર્ષની હતી ત્યારે 8 વર્ષ ઘરથી દૂર રહેવાને કારણે હું ખૂબ સ્ટ્રેસ અનુભવવા લાગી હતી. મને ઈન્ડિયા ખૂબ ગમે છે પણ હું પરિવારથી દૂર ન રહી શકી.’
ફિલ્મ ‘દિલ કા ડૉક્ટરમાં લિયોરાને પહેલીવાર ગાવાની તક મળી હતી. આ દરમિયાન તેણે સોનૂ નિગમ, કુમાર સાનૂ અને ઉદિત નારાયણ સાથે ગાયું હતું. જ્યારે તેનું બોલિવૂડ સિંગિંગ કારકિર્દી ઉપર જઈ રહી હતી ત્યારે તે હોમસિકનેસનો શિકાર બની અને તેને અનેક ઑફર્સ ઠુકરાવી દીધી.’
ઈઝરાયેલમાં જન્મેલી લિયોરાના માતા-પિતા મુંબઈથી ત્યાં જઈને વસી ગયા હતા. 15 વર્ષની ઉંમરમાં લિયોરા પુણેના સુર સર્વધાન ઈન્સ્ટીટ્યૂટમાં આવી. ગુરુ પદ્મ તલવારકર પાસેથી ઈન્ડિયન ક્લાસિકલ સંગીત શીખ્યા બાદ તેણે 1991-98 દરમિયાન ભજન અને ગઝલ ગાયન પણ શીખ્યું. પરંતુ ‘હોમસિકનેસ’ને કારણે તેને ઈઝરાયેલ પરત જવુ પડ્યું.
ચર્ચામાં હોવાનું મુખ્ય કારણ છે કે, ભારતીય મૂળની ઈઝરાયેલી ગાયિકા લિયોરા ઈત્ઝક 4 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ પ્રવાસ નિમિત્તે ભારત અને ઈઝરાયેલનું રાષ્ટ્રગાન ગાઈને પોતાના બોલિવૂડમાં કામ કરવાના ડ્રીમને ફરી જીવવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ચર્ચિત લોકોમાંથી એક છે. આ જ કારણ છે કે તેની સાથે જોડાનાર દરેક નામ સોશિયલ મીડિયા અને મીડિયામાં સમાચાર બની જાય છે. પીએ મોદી આજે પોતાના ત્રણ દિવસના પ્રવાસે ઇઝરાયલ પ્રવાસ માટે રવાના થયા છે. આ સાથે જ એક યુવતી હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. તે છે ઇઝરાયલી ગાયિકા લિયોરા ઇજહાક.
- - - - - - - - - Advertisement - - - - - - - - -