વિશ્વની સૌથી મોટી કંપનીના CEOએ કબૂલ્યું: હું ગે છું અને સજાતિય સેક્સ સંબંધો ધરાવું છું, કેમ કરી આવી કબૂલાત?
દુનિયાની સૌથી વધારે નફો કરતી કંપનીઓમાંથી એક એપ્પલનું કામકાજ સંભાળનારા ટિમ કૂકનું કહેવું છે કે, આનાથી મને ગેંડા જેવી જાડી ચામડી પણ મળી ગઈ છે, જે એપલના સીઈઓ માટે ઘણી સુવિધાજનક છે. કૂકે વર્ષ 2011માં એપલના સંસ્થાપક સ્ટીવ જોબના મોત બાદ કંપની પ્રમુખનું કામ સંભાળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે લખ્યું છે કે, ગે હોવાથી મને એ વાતનો ઉંડી સમજ થઈ કે, અલ્પસંખ્યક હોવાથી શું થાય છે. આ બધા પડકાર વચ્ચે મને આશાની એક કિરણ જોવા મળી, જે અન્ય અલ્પસંખ્યક સમૂહોને દરરોજ સામનો કરવાનો હોય છે. આ મને વધુ સહાનુભૂતીવાળો બનાવે છે અને આનાથી જીવન સમૃદ્ધ હોય છે.
53 વર્ષીય ટિમ કૂકે બ્લૂમબર્ગ બિઝનેસવીક માટે લખ્યું કે, મે ક્યારે આ વાત છૂપાવી નથી, પરંતુ અત્યાર સુધી મે આ વાતને જાહેરમાં મેં ક્યારેય સ્વીકારી પણ ન હતી. જેથી હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, મને ગે હોવા પર ગર્વ છે અને ગે હોવું મને ભગવાન તરફથી મળેલી મોટી ભેટ માનું છું. કૂકના આ ખૂલાસાથી તેમની ઓળખ એક એવા ઉંચા પદ પર રહેલા સીઈઓ તરીકે થઈ ગઈ છે, જે ગે છે.
સૈનફ્રાન્સિસ્કોઃ એપલના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ટિમ કૂકે કહ્યું કે, તેના માટે ગે હોવું એ ભગવાનની સૌથી મોટી ભેટ છે. 30 ઓક્ટોબર, 2014ના રોટ ટિમે વિશ્વની એક જાણીતી કંપનીના પ્રથમ ગે સીઈઓ તરીકે પોતાની ઓળખનો ખુલાસો કર્યો હતો. જોકે આ પહેલા તેની ગે હોવાની અફવાઓ ઘણાં સમયથી ચાલી રહી હતી, પરંતુ તેમણે ક્યારેય તેની પુષ્ટિ કરી ન હતી. કૂકે કહ્યું કે, તે પોતાના વ્યક્તિત્વ અને પોતાના નિર્ણયથી ખુશ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -