USમાં ટ્રમ્પની પુત્રીને મળ્યા સુષ્મા સ્વરાજ, ઈવાન્કાએ ગણાવ્યા પ્રભાવશાળી નેતા
નવી દિલ્લી: ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજે યૂએન જનરલ એસેમ્બલીના સેશન સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી અને સલાહકાર ઇવાંકા ટ્રંપ સાથે મુલાકાત કરી. ઇવાંકાએ ટ્રંપ અને સુષમા સ્વરાજે બંને દેશોની મહિલાઓ માટે એન્ટરપ્રેન્યોરશિપ અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પર ચર્ચા કરી. સાથે ટ્રંપની પુત્રીએ ઇવાંકા ટ્રંપે સુષમા સ્વરાજને ‘પ્રભાવશાળી’ વિદેશમંત્રી પણ ગણાવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇવાંકાએ સુષમાને પ્રભાવશાળી વિદેશમંત્રી ગણાવ્યા છે. તેમણે ટ્વિટર પર કહું કે, હું લાંબા સમયથી ભારતની કુશળ તથા પ્રભાવશાળી વિદેશમંત્રી સુષમા સ્વરાજનું સમ્માન કરી છું. તેમને આજે મળવું એ મારા માટે સમ્માનની વાત છે.
વિદેશેમંત્રી સુષમા સ્વરાજને મળ્યા બાદ ઇવાંકાએ ટ્વીટ કરી કહ્યું કે, અમને મહિલાઓની એંટરપ્રેન્યોરશિપ, આગામી 2017 ગ્લોબલ એંટરપ્રેન્યોરશિપ સમિટ અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પર ઘણી ચર્ચા કરી. નવેમ્બર 28થી 30 સુધી યોજાનાર ગ્લોબલ એંટરપ્રેન્યોરશિપ સમિટને ભારત અને યૂએસ ભેગા મળીને આયોજન કરી રહ્યા છે. જેનું આયોજન હૈદરાબાદમાં થવાનું છે.
જણાવી દઈએ કે, નવેમ્બરમાં યોજાનાર ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ સમિટમાં ઇવાંકા અમેરિકી ડેલિગેશનનું નેતૃત્વ કરશે.
જણાવી દઈએ કે, સુષમાં અહીં એક સપ્તાહની યાત્રામાં ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. તેના સત્રમાં ભાગ લેનાર નેતાઓ સાથે 20 દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય બેઠક યોજાવાની સંભાવના છે. સુષમા 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી એક દિવસ બાદ ભારત આવવા માટે રવાના થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -