હોલીવુડના આ સુપરસ્ટારની પુત્રીને યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, પરિવારે ઘરમાંથી તગેડી મૂકી ને શું થયું ?
એટા કહે છે કે તે પોલીસ પાસે પણ ગઇ અને હોસ્પિટલમાં પણ ગઇ હતી. ખાવા-પીવાની ચીજવસ્તુઓ માટે ફ્રૂડ બેન્કોના ધક્કા પણ ખાધા હતા. પરંતુ કોઇએ તેની મદદ કરી નહીં. એટલે કે સુધી કે એલજીબીટી સમુદાયના લોકો પાસે પણ ગઇ હતી પરંતુ ત્યાંથી પણ તેને કોઇ મદદ મળી નહોતી.
જેકી ચેને ક્યારેય પણ સાર્વજનિક રીતે પોતાની દીકરીનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ એલાયન સાથે અફેરની વાત કબૂલ કરી હતી. એટાની માતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો એટા અને તેની ગર્લફ્રેન્ડ પાસે પૈસા નથી તો તેમણે જઇને કામ કરવું જોઇએ, મહેનત કરવી જોઇએ. તેમણે આ રીતે વીડિયો બતાવીને લોકોને જણાવવું જોઇએ નહીં.
જેકી ચેનની દીકરી એટા 2017માં કેનેડાની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂઅન્સર એન્ડી ઓટમ સાથે રિલેશનશીપમાં છે. પરંતુ કોઇ પણ તેના સંબંધનો સ્વીકાર કરવા તૈયાર નથી કહેવામાં આવી રહ્યુ છે કે એટાના માતાપિતા તેના સમલૈગિક સંબંધોના વિરોધમાં છે અને આ કારણે તે છેલ્લા એક મહિનાથી બેઘર છે.
એટાની ગર્લફ્રેન્ડ એન્ડી ઓટમે પણ વીડિયોમાં કહ્યું કે, તેમણે તેના તમામ મિત્રો અને સંબંધીઓ પાસે મદદ માંગી પરંતુ કોઇએ મદદ કરી નહીં. નોંધનીય છે કે એટા પૂર્વ બ્યૂટી ક્વિન એલાયનેની દીકરી છે. જેની સાથે જેકી ચેનનું અફેર હતું. જોકે, જેકીએ એલાયન સાથે લગ્ન કર્યા નહી અને બાદમાં જોન લિન સાથે લગ્ન કર્યા હતા.
નવી દિલ્હીઃ એક્શન સુપરસ્ટાર અને માર્શલ આર્ટ્સ કિંગ જેકી ચેનની દીકરી હાલમાં બેઘરની જેમ રહેવા માટે મજબૂર બની છે. જેકી ચેનની દીકરી એટા પિતા કરોડો રૂપિયાના માલિક હોવા છતાં હોંગકોંગના રસ્તાઓ પર રહેવા મજબૂર બની છે. પીટીઆઇના કહેવા પ્રમાણે, એટાએ યુ-ટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે કહ્યું કે, તે બેઘર છે અને તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે હોંગકોંગમાં એક બ્રિજ નીચે રહે છે. એટાના મતે તેની આ સ્થિતિ બદલ હોમોફોબિક પેરેન્ટ્સ જવાબદાર છે જે તેના સમલૈગિક સંબંધોને કારણે ડરી ગયા છે.