ભારતને 30 ટકા ઓછા ભાવે ક્રુડ ઓઈલ આપવા તૈયાર છે આ દેશ પણ મૂકી છે વિચિત્ર શરત. જાણો વિગત
પેટ્રો દ્વારા અત્યાર સુધીમાં 3.8 અબજ ડોલરની રકમ મેળવાઈ ચૂકી છે. 127 દેશોએ પેટ્રોમાં રસ દર્શાવ્યો છે. વેનેઝુએલામાં 20મી મેના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ પેટ્રોને બજારમાં મૂકવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ખાનગી ક્ષેત્ર તરફથી અમને સારો પ્રતિસાદ મળ્યો હતો એમ આ અધિકારીએ જણાવ્યું હતું. વેનેઝુએલાએ પેટ્રો દ્વારા ક્રૂડ તેલની ખરીદી કરવામાં આવે તો ભારતને 30 ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ કરવામાં આવી છે.
દિલ્હીની બિટકોઇન ટ્રેડિંગ કંપની કોઈનસિક્યોર સાથે આ ટીમે એક સોદો પણ કર્યો હતો. વેનેઝુએલાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈનસિક્યોર મારફત ભારતમાં પેટ્રોમાં રોકાણ કરવા ખાનગીક્ષેત્ર દિલચશ્પી દર્શાવી ચૂક્યા છે.
સાઉદી અરેબિયા બીજા સ્થાને છે અને તેની પાસે 266 અબજ બેરલનો અનામત ક્રૂડ તેલનો ભંડાર છે. વેનેઝુએલાના બ્લોકચેન ડિપાર્ટમેન્ટની એક ટીમ ગયા મહિને ભારતની મુલાકાતે આવી હતી.
વિશ્વમાં કોઈ દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હોય એવી પેટ્રો સૌપ્રથમ ક્રિપ્ટો કરન્સી છે. વેનેઝુએલામાં ક્રૂડ તેલનો વિશાળ ભંડાર છે અને તેનું અર્થતંત્ર મોટેભાગે તેની ઉપર જ નિર્ભર છે. વેનેઝુએલામાં 300 અબજ બેરલનો અનામત ક્રૂડ તેલનો ભંડાર ધરાવે છે.
ભારત વેનેઝુએલાની આ ઓફર સ્વીકારી લે તો તેને ખૂબ લાભ થઈ શકે છે. કારણ કે ભારત દ્વારા પોતાની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ તેલની આયાત કરવામાં આવે છે. ભારત દ્વારા વેનેઝુએલામાંથી ક્રૂડ તેલની મોટે પાયે આયાત કરવામાં આવે તો તેનાથી ભાવ ઘટવાથી સ્થાનિક વપરાશકારોને અને રાષ્ટ્રને પણ ફાયદો થઈ શકે છે.
નવી દિલ્હી: વિશ્વભરમા પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મોદી સરકાર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વિશ્વનો સૌથી મોટો ક્રૂડ તેલનો ભંડાર ધરાવનારા વેનેઝુએલાએ ભારતને એક આકર્ષક ઓફર આપી અને જણાવ્યું છે કે ભારત દ્વારા ક્રૂડ તેલની આયાત માટે તેની કરન્સી પેટ્રોનો ઉપયોગ કરવામાં આવે તો વેનેઝુએલા કમસે કમ 30 ટકા સસ્તું ક્રૂડ તેલ આપવા તૈયાર છે. વેનેઝુએલાએ તાજેતરમાં ન્યૂ બ્લોકચેન આધારિત કરન્સી પેટ્રો અમલી બનાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -