‘ચાર બંગડીવાળી ગાડી’ સોંગને લઈને કાઠિયાવાડી કિંગે શું કહ્યું? ઓસ્ટ્રેલિયામાં થયું હતું શૂટિંગ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે વધુમાં કહ્યું હતું કે, મને ખુશી છે કે ઈન્ડિયન કોર્ટે મને ન્યાય આપ્યો છે. કિંજલ દવે એ આ ગીતને પોતાના નામે ક્લેમ કર્યો હતો પરંતુ તે તદ્દન ખોટું છે. ઘણો સમય લાગી ગયો આ નિર્ણયને આવતા. મેં આ ગીત 2016માં બનાવ્યું હતું. પરંતુ મને ખુશી છે કે ન્યાય મળ્યો છે.
કોર્ટે આ કેસમાં કિંજલને નોટિસ ઈશ્યૂ કરી છે અને ગીતના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મેલબોર્નમાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલે કહ્યું હતું કે, ‘ચાર ચાર બંગડીવાળી’ સોંગમાં લખ્યું હતું અને તેને કિંજલ દવે એ ચોરી કરી છે.
અરજદાર દ્વારા કોર્મિશયલ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આ ગીત યુ-ટ્યૂબ પર તેણે વર્ષ 2016માં મૂક્યું હતું. જોકે એક મહિના બાદ તેમાં મામૂલી ફેરફાર કરી કિંજલે ગીત ગાયું હતું અને વર્ષ 2016ના ઓક્ટોબર માસમાં યુટ્યૂબ પર મૂક્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મેં ગીત માટે કોપીરાઈટનો દાવો કર્યો છે. આ ગીત પોતે જ લખ્યું છે અને ગાયું છે. કિંજલ દવે અને તેની ટીમે તેની કોપી કરી છે.
‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ સોંગ પર વિવાદ શરૂ થયો છે. સુપ્રસિદ્ધ ગીત માટે ઓસ્ટ્રેલિયન કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલે પોતાના ગીતની નકલનો દાવો કર્યો છે. ત્યાર બાદ અમદાવાદની કોર્મિશયલ કોર્ટે આદેશ કર્યો છે કે, કિંજલ દવે 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોર્મિશયલ કાર્યક્રમોમાં આ ગીત ગાઈ શકશે નહીં. કોર્ટે આ વચગાળાના હુકમની સાથે ગાયિકા દ્વારા ગવાયેલ ગીત ઈન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ના આવે તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -