કઝાકિસ્તાનઃ અસ્તાનામાં પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફના ખબરઅંતર પૂછ્યા
વિદેશ મંત્રાલયના ગોપાલ બાગ્લેએ કહ્યું કે, મોદી શી જિંગપીંગ સાથે મુલાકાત કરી શકે છે. જ્યારે મોદી અને નવાઝ શરીફ વચ્ચેની ચર્ચાને લઇ સુષ્માએ ટ્વિચ કર્યું હતું કે આ મુદ્દે કોઇ પ્રપોઝલ મળી નથી અને અમે કોઇ પ્રકારની રિક્વેસ્ટ કરી નથી. આ રિસ્થિતિમાં કોઇ ફેરફાર થશે નહીં. વર્ષ 2014માં આ જૂથની સંપુર્ણ સભ્ય સ્થાન માટે પ્રપોઝલ મુકવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વૈશ્વિક સમિટની સાથોસાથ પાકિસ્તાન પણ આ જૂથમાં ભળવા માટે પ્રયત્નો કરે એવા એંધાણ છે. અન્ય દેશના વડા સાથેની મુલાકાતની સાથોસાથ ભારતને આ જૂથમાં સભ્યપદ મળે તેવા સંકેતો છે. આ સમિટમાં મોદી અન્ય રાષ્ટ્રોના કેટલાક વડા સાથે સંપર્ક કરી મુલાકાત યોજે તેવી શક્યતાઓ છે કઝાખસ્તાન પણ તેમાં ભાગ લે તેવી સંભાવના છે.
આ શાંધાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશ કાર્યક્રમ પાછળનો ભારતનો હેતુ સંપુર્ણ સભ્યપદ મેળવવાનો છે. આઠ-નવ જૂન દરમિયાન આયોજિત આ બેઠકમાં સભ્ય દેશો ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજિકિસ્તાન તથા ઉઝબેકિસ્તાન ભાગ લેશે. તે સિવાય ભારત અને પાકિસ્તાન પણ આ મીટિંગમાં ભાગ લઇને SCOનું સભ્ય બનશે.
અસ્તાનાઃ કઝાકિસ્તાનના અસ્તાનામાં શાંઘાઈ કો-ઓપરેશનની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની વચ્ચે ડિનરમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફના ખબરઅંતર પૂછ્યા હતા. સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફનું હાલમાં જ હૃદયનું ઓપરેશન થયું હતું. સૂત્રો અનુસાર, પીએમ મોદીએ નવાઝ શરીફના માતા અને પરિવારના પણ ખબરઅંતર પૂછ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -