ઓસ્ટ્રેલિયાની મહિલાએ 14 મહિનામાં કેવી રીતે ઉતાર્યું 54 KG વજન, જાણો વિગત
જ્યારે ડિનરમાં ઓવનમાં બેક્ડ થયેલા શાકભાજી અને ચિકન. તેના પર મિક્સ હર્બ્સ અને ઓલિવ ઓઇલ સાથે કોઈ અન્ય સ્વાદિષ્ટ વાનગી લે છે. બાદમાં ડિનર પછીના સ્નેકમાં ફ્રેશ ખજૂર સાથે પ્રોટીન પિનટ બટર અને થોડા પ્રેત્ઝલ્સનું સેવન કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં કિમ એક સ્ટ્રીક્ટ ડાયેટ પ્લાન ફોલો કરે છે. તે બ્રેકફાસ્ટમાં સુગર ફ્રી બ્લૂબેરી મેપલ સિરપ યોગર્ટ સાથે અને ફ્રેશ રાસબેરી, ફ્રેશ ફ્રૂટ લે છે. લંચમાં સેન્ડવિચ અને સલાડનું સેવન કરે છે. લંચ બાદ આફ્ટરનૂન સ્નેકમાં બોઈલ્ડ એગ અથવા ફ્રૂટ અને પ્રેત્ઝેલ્સ લે છે.
છ વર્ષ બાદ તેણે નોકરી ગુમાવી દીધી અને પછી તેનું વજન વધારે વધી ગયું હતું. જોકે 2016માં તેનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. તેણે ત્રીજી વાર વેઈટ વોચિસ ગ્રુપ જોઈન કર્યું. તેના આ નિર્ણય બાદ તેની લાઈફ બદલાઈ ગઈ હતી.
પોતાના દીકરા ડેનિયલના જન્મ બાદ કીમે વજન ઉતારવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે વેઈટ વોચર્સ ગ્રુપ જોઈન કર્યું હતું પણ માત્ર 10 કિલો વજન ઉતારીને તે થાકી ગઈ હતી. જોકે 10 વર્ષ બાદ ફરીથી તેણે આ પ્રોગ્રામમાં 20 કિલો વજન ઘટાડ્યું હતું. પરંતુ ફરીથી તેની ખાવાની આદત શરૂ થઈ ગઈ. વજન ઘટાડવા માટે તે દવાઓ પણ લીધી પરંતુ તે પણ કામ ન આવી.
બાળપણથી જ કિમ પોતાના વજનના કારણે પરેશાન રહી હતી. પોતાની જૂની ફૂડ હેબિટ વિશે વાત કરતા કિમે જણાવ્યું હતું કે, મારું ફૂડ હંમેશા સારું અને હેલ્થી રહ્યું છે. હું ફૂડ બનાવું છું તેનું પ્રમાણ વધારે હોય છે અને અમે ખૂબ ખાઈએ છીએ. મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ ખૂબ જ સ્થૂળ હતા. આ એક જેનેટિક પ્રોબ્લેમ છે.
કિમ પોતાના વજન વધવાની વાત વિશે જણાવ્યું હતું કે, અમે એકદમ વ્યસ્ત જીવન જીવીએ છીએ, પરંતુ તે મારા માટે ખૂબ બેઠાડુ હતું. હું શારિરીક રીતે એક્ટિવ નહોતી. મારું મોટા ભાગનું કામ કોમ્પ્યૂટર સામે બેસીને હોય છે. આથી હું કરસતથી દૂર ભાગતી હતી.
એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કિમે જણાવ્યું હતું કે, કેવી રીતે તે સાઈઝ 22માંથી સાઈઝ 8માં પહોંચી ગઈ. તેણે કહ્યું કે, મેં કોઈપણ જાતની એક્સરસાઈઝ કર્યાં વિના વજન ઉતાર્યું છે. હું તેના માટે જિમ પણ ગઈ નથી. મેં માત્ર હેલ્થી ફૂડ લીધું હતું.
ફાસ્ટ ફૂડ, ચોકલેટ્સ અને ફ્રાઈડ ચીપ્સના કારણે તેનું વજન નિયંત્રણ બહાર જઈને 121.6 કિલો સુધી પહોંચી ગયું હતું. જોકે પોતાનું વજન ઘટાડવાનું નક્કી કરી લીધું. ત્યાર બાદ તેણે માત્ર 14 મહિનામાં જ 54.2 કિલો વજન ઘટાડી દીધું હતું તે પણ જીમમાં ગયા વિના જ.
સિડની: કહેવત છે કે ‘મન હોય તો માળવે જવાય’, આ કહેવતને એક મહિલાએ સાચી કરી બતાવી છે. 42 વર્ષિય મહિલા પોતાની સ્થૂળ કાયાના કારણે જીવનભર સંધર્ષ કરતી હતી. અચાનક જ પોતાનું 54 કિલો વજન ઘટાડી દીધું છે. કિમ વોર્ડન નામની સિડનીની આ મહિલા અનહેલ્થી લાઈફ જીવી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -