Pics: આ છે વિશ્વનો એકમાત્ર સફેદ ગેંડો, હવે ક્યારેય જોવા નહીં મળે!
નવી દિલ્હીઃ કેન્યામાં 20 માર્ચના રોજ વિશ્વનો એકમાત્ર ઉત્તરી સફેદ ગેંડા ‘સૂડાન’નું મૃત્યું થયું છે. તેની સાથે જ ધરતી પર આવનારી પેઢીને હવે આ જીવ જોવા નહીં મળે માત્ર તેની કથાઓ જ સાંભળવા મળશે. જોકે તેની ઉપ પ્રજાતિના બે માદા ગેંડા 27 વર્ષની નાજિન અને 17 વર્ષના કાટૂ હાલમાં જીવીત છે, સૂડાન તેની સાથે જ રહેતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની આ સ્થિતિ જોતા પશુ ડૉક્ટટોની ટીમે અને કેન્યા જીવ સેવાએ ‘સૂડાન’ના દયા મૃત્યુ માટે નિર્ણય લીધો. કેન્યાના આ અભ્યારણ પહેલા સૂડાન ચેક ગણરાજ્યના એક ઝૂમાં રહેતો હતો. અહીં તેની સાથે તેની પ્રજાતિની બે માદા પણ રહેતી હતી.
સૂડાનની ઉંમર 45 વર્ષની હતી અને તે વિતેલા ઘણાં સમયથી ખૂબ જ બીમાર હતો. તેના હાડકા નબળા પડી ગયા હતા, શરીર પર અનેક જગ્યાએ ઇજા થઈ હતી. વિતેલા ત્રણ સપ્તાહથી તે પોતાના વાડામાં પડ્યો રહ્યો હતો. દુઃખાવો એટલો વધી ગયો હતો કે તે ઉભો પણ થઈ શકતો ન હતો.
વૈજ્ઞાનિકો આઈવીએફ દ્વારા આ પ્રજાતિની સંખ્યા વધારવાનું કામ કરી રહી છે. હવે આ જ એક રસ્તો બચ્યો છે કે આઈવીએફની મદદથી માદા ગેંડાના એગ અને સૂડાનના સ્પર્મને સંગ્રહિત કરવામાં આવશે. આ પછી ભ્રૂણને દક્ષિણી સફેદ માદા ગેંડામાં પ્રત્યાર્પિત કરીને આ પ્રજાતિને બચાવી શકાય છે. સહારા આફ્રિકામાં આજે પણ દક્ષિણી સફેદ ગેંડાંઓ બચ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ઉત્તરી સફેદ ગેંડાના શિંગડાની કિંમત 50 હજાર ડોલર પ્રતિ કિલો છે. આ જ કારણ છે કે આ પ્રજાતિના ગેંડાંઓની સંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે, સોનાથી પણ મોંઘા શીંગડા હોવાના લીધે તેનો ધડાધડ શિકાર થઇ રહ્યો છે. 1970માં તેની સંખ્યા 20 હજાર હતી, જે ઘટતા-ઘટતા 1990માં 400 થઇ ગઈ. સૂડાનના મોત બાદ આ સંખ્યા હવે માત્ર 2 રહી છે. સૂડાનની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
- - - - - - - - - Advertisement - - - - - - - - -