શ્રીદેવીની જેમ આ જાણીતી હસ્તીઓનું મોત પણ બાથટબમાં ડૂબવાથી થયું હતું, જાણો વિગત
માર્ચ 2017માં જનરલ ઓફ જેનરલ ફેમિલી એન્ડ મેડિસીનના રિપોર્ટ મુજબ, જાપાનમાં અચાનક બાથરૂમમાં પડી જવાથી મોતને ભેટનારાં લોકોનો વાર્ષિક આંકડો 19 હજાર છે. એક વર્ષ પહેલા જાપાનની એક એજન્સીએ રિપોર્ટ જાહેર કર્યો હતો, જે મુજબ બાથટબમાં ડૂબીને મોતને ભેટવાની ઘટનામાં છેલ્લા 10 વર્ષમાં 70 ટકા વધારો થયો છે. આ ઘટનાનો શિકાર બનેલા 10માંથી 9 વ્યક્તિ 65 વર્ષથી વધારે ઉંમરના હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ દુબઈમાં બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું મોત બાથટબમાં પડી જવાથી થયું હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. બાથટબમાં આ રીતે મોત ભારતીયો માટે આશ્ચર્યજનક છે, પરંતુ વિદેશોમાં આવી ઘટનાઓ જાપાન અને અમેરિકા જેવા દેશોમાં ચર્ચિત મોતના કારણો પૈકીની એક છે.
જાણીતા પોપ સિંગર વિટની હ્યુસ્ટનની પુત્રી બોબી ક્રિસ્ટીના બ્રાઉનનું મોત વર્ષ 2015માં બાથટબમાં ઉંઘા માથે પડવાથી થયું હતું. તેમના મોતનું કારણ આલ્કોહોલનું સેવન જણાવવામાં આવે છે.
2012માં અમેરિકામાં જાણીતા પોપ સિંગર વિટની હ્યૂસ્ટનનું મોત પણ બાથટબમાં ડૂબવાથી થયું હતું. તેનું મોત નશીલી દવાઓના વધુ પડતા સેવનના કારણે થયું હતું.
1960ના દાયકાના અંકમાં સિંગર અને એક્ટર જુડી ગારલેન્ડનું મોત બાથટબમાં થયું હતું. તેનું મોત ડ્રગ્સના ઓવર ડોઝના કારણે થયું હતું.
1970ના દાયકાની શરૂઆતમાં પેરિસના જાણીતા સિંગર જિમ મોરિસનનું બાથટબમાં ડૂબવાથી મોત થયું હતું તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું નહોતું, પરંતું તેના મોતનું કારણ ડ્રગ્સનો ઓવર ડોઝ હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -