US: શંકાસ્પદ પેકેટ ખોલતાં જ ટ્રમ્પની પૂત્રવધુને લઈ જવી પડી હોસ્પિટલ, પેકેટમાં સફેદ રંગનો હતો પાવડર
ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ ટ્વિટ કર્યું કે, હું વેનેસા અંગે વિચારી રહી છું. અફસોસ કે હું તેની સાથે નથી. કોઈને પણ આ પ્રકારે ડરાવવાની જરૂર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર અને વેનેસાએ વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. આ બંનેના 5 બાળકો છે. લગ્ન પહેલાં વેનેસા એક મોડલ હતી. ઘટના બાદ ટ્રમ્પના દીકરા ડોનાલ્ડ જૂનિયરે ટ્વિટર પર લખ્યું કે, ધન્યવાદ, આજે સવારે બનેલી ડરામણી ઘટના બાદ વેનેસા અને મારાં બાળકો સુરક્ષિત છે. કેટલાંક લોકો ઘૃણાસ્પદ રીતે વિરોધી વિચારોને વ્યક્ત કરી રહ્યા છે.
સ્થાનિક સમાચાર અનુસાર, પેકેટ ખોલતાં જ વેનેસાની તબિયત બગડી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. સાવધાની દાખવીને ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડ ટીમે વેનેસા ટ્રમ્પ અને બે અન્ય લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધૂ વેનેસા ટ્રમ્પના ઘરે આવેલું શંકાસ્પદ પેકેટ ખોલતાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પેકેટ ખોલ્યા બાદ તેની અંદર રહેલા સફેદ પાઉડરના સંપર્કમાં આવતા જ સોમવારે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, વેનેસાની હેલ્થને વધુ નુકસાન નથી થયું. ઘટના બાદ શંકાસ્પદ પેકેટ અને તેના ઉપર લાગેલા સફેદ પદાર્થની તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકાના સમય અનુસાર, સવારે 10 વાગ્યે આ શંકાસ્પદ પેકેટ પ્રેસિડન્ટના મોટાં દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મેનહટન ઘરના એડ્રેસ પર મોકલવામાં આવ્યું હતું. આ પેકેટને વેનેસા ટ્રમ્પે ખોલ્યું.
પોલીસના જણાવ્યા મુજબ, વેનેસા પાઉડરથી કોઇ ખાસ પ્રકારે પ્રભાવિત થઇ હોય તેવું નથી. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે પોલીસે એ વાતનો ખુલાસો નથી કર્યો કે, ભેદી પેકેટ પર લગાવવામાં આવેલો સફેદ પાઉડર કઇ ચીજથી બનેલો છે. પોલીસના પરીક્ષણમાં પાઉડરમાં કોઇ ખતરનાક પદાર્થ નથી નિકળ્યો પરંતુ પેકેટ મોકલનારની શોધ ચાલુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -